દાંતના પેઢા શરીરનો એક એવો ભાગ છે જેના પર સામાન્ય રીતે આપણે સૌથી ઓછું ધ્યાન દેતા હોય છે એ પરંતુ પેઢાની માવજત કરવી એ પણ ખાસ જરૂરી છે. ત્યારે મુંબઇથી ડો. રાજપુત કહે છે કે કઇ રીતે આપણે આપણા પેઢાનું ધ્યાન રાખીને તેને સ્વસ્થ રાખી શકીએ….
ઘણી વખત પેઢામાં સોજો આવી જાય છે અને લોહી પણ નિકળે છે ત્યારે તેના માટેનું કારણ સ્ટાર્ટર છે જેના કારણે આ સમસ્યા સર્જાય છે. ત્યારે ડોકટર કહે છ કે જો આ તકલીફ વધુ ટાઈમ રહે અને તેના પર ધ્યાન દેવામાં ન આવે તો પેરીયોડોટાઈટિસ થઈ શકે છે. જેમાં દાંત ધીમે ધીમે હલવા લાગે છે દાંતના હાડકા કમજોર પડી જાય છે. પેઢા નીચે ઉતરવા લાગે છે. માટે આ તકલીફો ન થાય તેના માટે રેગ્યુલર છ મહિને કે વર્ષે ડેન્ટીસ્ટની મુલાકાત લઇને તેને કલીનીંગ કરાવવા જરૂરી છે. કલીનીંગથી દાંત હલવા લાગે છે તેવી માન્યતા છે. પરંતુ તે ખોટી છે માટે તેવી ચિંતા ન કરતા રેગ્યુલર ચેકઅપને કલીનીંગ કરાવવું જોઇએ.
દાંતની સફાઈ વ્યવસ્થિત ન થવાથી દાંતોની ઉપર બેકટેરીયાની એક થળ બને છે. જે ધીરે ધીરે જામતું જાય છે અને થોડા સમયમાં તે ટાર્ટર બની જાય છે. જેને આપણે ક્ષાર કહીએ છીએ. આપણે પેઢાને હેલ્દી રાખવા માટે શું કરવું જોઇએ ? એના માટે ડોકટરનું કહેવું છે કે, પેઢા અને દાંતને સ્વસ્થ રાખવા માટે તેને રેગ્યુલર વ્યવસ્થિત સફાઈ જરૂરી છે જેમ કે દિવસમાંબે વાર બ્રસ કરવું, અરીસા સામે ઉભા રહી બ્રસ કરવું અને દાંતની વચ્ચે કે પાછળ ફસાયેલો ખોરાક સાફ કરવો. જમ્પા કે કંઈક ખાધા બાદ તુરંત બ્રશ ન કરતા બે કલાક બાદ કરવું જોઇએ. મીઠાવાળા પાણીથી કોગળા કરવા જોઇએ, કોકોનટ ઓઇલથી પેઢામાં જ મસાજ પણ કરી શકાય છે. વીટામીન સી લેવું સારું છે. આમ ડેન્ટીસની યોગ્ય સમય મુલાકાત લઇને પેઢા પ્રત્યે જાગૃતતા રાખવી જરૂરી છે. કારણ કે પેઢા પણ શરીરનું મહત્વનું અંગ છે.