Wednesday, May 14, 2025
Homeમનોરંજનપ્રસિધ્ધ હિન્દી પાર્શ્વ ગાયક મહંમદ રફીનો આજે 100મો જન્મદિવસ

પ્રસિધ્ધ હિન્દી પાર્શ્વ ગાયક મહંમદ રફીનો આજે 100મો જન્મદિવસ

હિન્દી ફિલ્મ ગીતો 4425 અને નોનફિલ્મી 538 એમ કુલ 5063 ગીતોનો અમુલ્ય ખજાનો

હિન્દી સિનેમા જગતના મહાન ગાયક મહમદ રફીનો આજે 24 ડિસેમ્બર 2024 ના 100મો જન્મદિવસ છે. 35 વર્ષની તેમની પ્લેબેક સિંગલ તરીકેની સફરમાં રફી સાહેબે 4425 હિન્દી ફિલ્મના ગાયનો ગાયા હતાં. ગુજરાતી સહિતની અન્ય ભાષાની ફિલ્મો માટે 310 ગીતો ગાયા અને 328 નોન ફિલ્મી ગીત ગઝલ ગાયા હતાં. ગીતો, ગઝલ, દેશભક્તિ, સેડ સોંગ્સ, રોમેન્ટીક, કવ્વાલી, ભજનો, શાસ્ત્રીય ગાયકોના ગીતો તેઓ સરળતાથી ગાતા હતાં.

- Advertisement -

1944 માં 20 વર્ષથની ઉંમરે પ્રથમ પાશ્ર્વાગાયન કર્યુ. પંજાબી ફિલ્મ ગુલબલોચ માટે ત્યારબાદ એજ વર્ષે હિન્દી ફિલ્મો પહેલે આપ અને ગાંવ કી ગૌરી માટે પણ પોતાનો કંઠ થયેલી તેમની આ સ્વરયાત્રા એમના દેહાવજ્ઞાન 1980 સુધી પુરા 36 વર્ષ સુધી સાતત્યપૂર્વક ચાલતી રહી હિન્દી ફિલ્મી 4425 અને અન્ય ભાષા કે નોન ફિલ્મી 638 એમ કુલ 5063 રચનાઓને રફી સાહેબે સ્વર આપ્યો હતો. જેમાં સૌથી વધુ શમ્મી કપુર માટે 190 ગીતો અને પછી જોની વોકર માટે 155 ગીતો ગાયા હતાં. આ ઉપરાંત કિશોર કુમાર જેવા દિગ્ગજ ગાયકને પણ રફી સાહેબે બે િલ્મો ‘શરારત’ અને ‘રાગીની’ માં કંઠ આપ્યો હતો. તેમજ સૌથી વધુ આશા ભોસે સાથે 796 ગીતો અને ત્યારબાદ લતા મંગેશકર સાથે 411 ગીતો ગાયા હતાં.

સંગીતકાર લક્ષ્મીકાંત ટપારેલાલના સંગીત નિર્દેશમાં 369 અને પછી શંકર જયકિશન સાથે 341 ગીતો ગાયા હતાં. તેમજ ગીતાકાર આનંદબક્ષીના 369 ગીતો અને હસરત જયપુરીના 290 ગીતો ગાયા હતાં. 1965 માં પદમશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતાં. તો 1968 માં નિલકમલના ગીત ‘બાબુલ કી દુવાએ લેતીજા’ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમજ 1960, 61, 64, 66, 68, 77 એમ છ વખત તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતાં.

- Advertisement -

લૈલા મજનુ, જુગનુ અને સમાજ કો બદલ ડાલો આ ત્રણ ફિલ્મોમાં નાનકડી ભૂમિકા ભજવીને પડદા પર અભિનયના અજવાળા પાર્થયા હતાં. આમ આજે 100 વર્ષે પણ તેમના ગીતો દ્વારા લોકોના હદર્યમાં તેઓ જીવતા છે. આને પણ લોકોના મોબાઇલના પ્લેલીસ્ટમાં તેઓના ગીતો લોકોના કાનમાં ગુંજી રહ્યા છે. તો તેમના ફેન્સના મોબાઇલની રંગટોનમાં પણ રફી સાહેબ હાજરાહજુર સાંભળવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular