Friday, September 11, 2026
Homeરાજ્યગુજરાતઅમદાવાદની સ્વીમર માના પટેલ ટોકિયો ઓલિમ્પિક માટે કવોલિફાય

અમદાવાદની સ્વીમર માના પટેલ ટોકિયો ઓલિમ્પિક માટે કવોલિફાય

ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાત કરી છે. તે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર દેશની પહેલી મહિલા બની ગઇ છે.

- Advertisement -

આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાય કયું છે. ભારતના રમતગમત મંત્રી કિરણ રિજીજુએ માના પટેલની આ ઉપલબ્યષિ પર ટ્વિટ કરી માહિતી અને અભિનંદન પાઠવ્યા છે. રિજિજુએ ટ્વિટ કરી કહ્યું કે બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતની પહેલાં મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઇ છે જેને ટોક્યો 2020 માટે ક્વોલિફાય કરી લીધું છે. હું માનાને અભિનંદન પાઠવું છું જેણે યુનવસિલિટી કોટાની અંતગંત ક્વોલિફિકેશન પ્રાપ્ત કયું વેલડન.

ગુજરાતનું ગૌરવ 21 વર્ષની અમદાવાદી માના પટેલે જાપાનના ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે ક્વોલિફાઇ કરી લીધું છે. માના પટેલનો જન્મ 18 માચં 2000ના રોજ અમદાવાદમાં થયો હતો. માના પટેલે અમદાવાદની ઉધ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્નમાંથી વાણિજ્યનો અભ્યાસ કર્યો છે. ગુજરાત વિધાપીઠમાં આવેલ સ્વિમિંગ પુલમાં તે તરતાં શીખી છે. જ્યાં કમલેશ નાણાવટીએ તેને સ્વિમિંગની ટ્રેનિંગ આપી હતી. હાલમાં મુંબઈના ગ્લેનમારક એક્વા ફાઉન્ડેશનમાં સ્વિમિંગનું પ્રશક્ષણ આપી રહો છે. ઉલ્લેખનિય છે કે માના પટેલ 7 વર્ષની હતી ત્યારથી જ તરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે હેદરાબાદ ખાતે યોજાયેલ જૂનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં માના પટેલે ત્રણ રેકોડ તોડ્યા હતા. આ ઉપરાંત નેશનલ ગેમ્સમાં માના પટેલે 50 મીટર બેકસ્ટ્રોક અને 200 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીત્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular