અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફલાઈટ AI-171 ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી ક્રેશ થઈ ગઇ એક જોરદાર ફિસ્ફોટ થયો. વિસ્તાર ધુમાડાથી ભરાયો અને ભયાનક દ્રશ્યોમાં એક નિરવતા છવાઈ ગઈ જાણે કેટલીય આંખો અને કેટલાય અવાજો બંધ થઈ ગયા. ચારે તરફ વિમાનનો કાટમાળ વેરવિખેર થઈ ગયો. કદાચ આ કાટમાળમાંથી માનવ શરીરને શોધવા પણ મુશ્કેલ છે તેવી સ્થિતિ…
બોઇંગ 787 ડ્રીમલાઈનર વિમાને બપોરે 01:38 વાગ્યે ઉડાન ભરી અને લગભગ 5 મિનિટ પછી મેઘાણી નગર રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ વિમાનમાં 230 પુખ્ત વયના, બે બાળકો અને 12 ક્રુ મેમ્બરો હતાં. આસપાસના વિસ્તારના લોકોએ દુઘર્ટના અંગે વાત કરતા જણાવ્યું કે, જોરદાર અવાજ આવ્યો. ઘટના સ્થળેથી પોતાની ઓફિસ 200 મીટર દુર
હોય બહાર નિકળીને જોતા આકાશમાં કાળા ધુમાળાના ગોટેગોટા ઉડયા હતાં. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચેલી રમીલાબેન જણાવ્યું હતું કે, તેનો પુત્ર લંચ બ્રેકમાં હોસ્ટેલ ગયો હતો. ત્યારે તેણેે બીજા માળેથી કુદીને જીવ બચાવ્યો. હાલ થોડી ઈજા છે પણ સુરક્ષિત છે. માહિતી અનુસાર વિમાન પહેલાં મેસ બિલ્ડિંગ સાથે અથડાયું અને ત્યારબાદ અતુલ્યમ હોસ્ટેલ સાથે અથડાયું. પાયલોટ સુમિત ભરવાલે એટીસીને MAYDAY કોલ આપ્યો હતો. પરંતુ, કોઇ મદદ મળે તે પહેલાં જ ધડાકાભેર પ્લેન ક્રેશ થયું હતું. બિલ્ડિંગના પાયાના ભાગોમાં મોટું નુકસાન થયું છે. બિલ્ડિંગ ધરાશાયી થવાની અણી પર છે. જ્યારે આ પ્લેનમાં 169 ભારતીયો, 53 બ્રિટીશ મુસાફરો સવાર હતાં. મળતી માહિતી મુજબ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ વિમાનયાત્રામાં હતાં.
રેસ્કયૂ કાર્ય માટે 500 થી વધુ કર્મચારીઓ કામે લાગ્યાનું PRO ડિફેન્સ ગુજરાતે જણાવ્યું છે. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત અગ્રણીઓ અને સેલિબ્રિટીઓે દુ:ખ વ્યકત કર્યુ હતું. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતાં.