Saturday, December 7, 2024
Homeરાજ્યજામનગરદિવાળીના મીની વેકેશન બાદ આજથી હાપા માર્કેટીંગ યાર્ડમાં હરાજી શરૂ - VIDEO

દિવાળીના મીની વેકેશન બાદ આજથી હાપા માર્કેટીંગ યાર્ડમાં હરાજી શરૂ – VIDEO

- Advertisement -

ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર દિવાળી બાદ લાભપાંચમના દિવસે નવા વર્ષના સૌ વેપારીઓ મુહૂર્ત કરે છે. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી પણ કહેવાય છે. આ દિવસે વ્યાપાર, ધંધાના મુહૂર્તનું વિશેષ મહત્વ છે. ત્યારે દિવાળીની રજાઓ બાદ આજથી હાપા માર્કેટીંગ યાર્ડમાં હરરાજી શરૂ કરાઈ હતી.

- Advertisement -

લાભપાંચમના દિવસથી વેપારીઓ નવા ખાતાવહીની શરૂઆત લાલ કંકુના શુભ લાભથી કરે છે. ત્યારે આજે દિવાળીના મીની વેકેશન બાદ લાભ પાંચમના શુભ અવસરે યાર્ડના ચેરમેનની ઉપસ્થિતિમાં યાર્ડના ચેરમેનની ઉપસ્થિતિમાં હરરાજી શરૂ કરવામાં આવી હતી.

- Advertisement -

આ તકે ખેડૂતો દ્વારા અલગ અલગ પ્રકારની મગફળીની ધુમ આવક માર્કેટીંગ યાર્ડમાં થઈ હોય. નવા વર્ષની શરૂઆતમાં વેપારીઓ હરરાજીમાં ઉંચા ભાવ લગાડી મગફળીની ખરીદી કરવામાં આવી હતી. આમ, આજના શુભ અવસર પર ખેડૂતોને સારા ભાવ મળી રહેતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. તો વળી લાભ પાંચમનું શુભ મુહૂર્ત સચવાઈ ગયું હતું અને આજથી યાર્ડમાં જણસીની આવક શરૂ કરાઇ હતી.

દિવાળીના તહેવારોની રજા બાદ લાભ પાંચમની યાર્ડ ખુલતા એક સપ્તાહની રજા બાદ લાભ પાંચમ બુધવારથી કાર્યરત થતા મગફળી લઇને મંગળવારે બપોરથી જ કતારમાં આશરે 200 જેટલા વાહનોની કતાર લાગી હતી. આશરે દોઢ કિ.મી.ની લાંબી વાહનોની લાઈન લાગતા પાંચમના મુહૂર્ત કરી ખેડૂતોએ મગફળીના ઉંચા ભાવો મેળવ્યા હતાં અને સૌ એ લાભપાંચમથી ધંધા રોજગારની શરૂઆત કરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular