Saturday, December 7, 2024
Homeરાજ્યજામનગરદુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા

દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા

રૂા.10 હજારનો દંડ : આરોપીએ ભોગ બનનારને કમ્પનસેશનના રૂા.1 લાખ ચૂકવવા અદાલતનો હુકમ

- Advertisement -

જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મના કેસમાં અદાલત દ્વારા આરોપીને તકસીરવાન ઠેરાવી 10 વર્ષની સજા તથા રૂા.15000 નો દંડ અને ભોગ બનનારને કમ્પનસેશનના રૂા.1 લાખ ચૂકવવા અદાલત દ્વારા હુકમ કર્યો છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ, આ કેસના ફરિયાદી/ભોગ બનનારને ગત તા. 13/11/2017ના રોજ બપોરના સમયે રવિરાજસિંહના મોબાઇલ નંબરમાંથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મારી ફોર વ્હીલર ગાડી લઇને આવું છું આપણે ફરવા જાવું છું. ત્યારબાદ આરોપી ફરિયાદીના ઘર પાસે આવી ભોગ બનનારને આજુબાજુના વિસ્તારમાં ફેરવી બહાર ગામ જવું છે તેમ કહ્યું હતું. જેથી ભોગ બનનારે ના પાડી તેના ઘરે મૂકી જવાનું કહેતા આરોપીએ લગ્ન કરી લેવા છે તેમ કહી ફરિયાદીનો મોબાઇલ ફોન લઇ આરોપીએ મોબાઇલ બંધ કરી નાખ્યો હતો અને ફોર વ્હીલર ગાડી રણજીતસાગર તરફ હાકી હતી તેમજ ફરિયાદીની મરજી ન હોવા છતાં રાત્રિના સમયે કોડીનાર લઇ ગયો હતો. જયાં ભોગ બનનારની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ ત્યાંથી દિવ લઇ ગયો હતો અને બાદમાં ભોગ બનનારને ખંભાળિયા બાયપાસ પાસે ઉતારીને આરોપી જતો રહ્યો હતો.

જેથી ફરિયાદી દ્વારા આરોપી રવિરાજસિંહ કનુભા કંચવા સામે સિટી સી પોલીસ પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 366- 376 મુજબની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ વી પી અગ્રવાલની કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે ફરિયાદી / ભોગ બનનાર, અન્ય સાહેદો, ડોકટર, પોલીસ સહિતનાને તપાસી આરોપીને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સજા તથા રૂા.15 હજારનો દંડ તથા ભોગ બનનારને કમ્પનસેશનના રૂા.1 લાખ ચૂકવવા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ વી પી અગ્રવાલ દ્વારા હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular