Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરલાલપુર નજીક આઈસર ટ્રકે ગોલાઈમાં બાઈકને હડફેટે લેતા અકસ્માત

લાલપુર નજીક આઈસર ટ્રકે ગોલાઈમાં બાઈકને હડફેટે લેતા અકસ્માત

માથામાં ગંભીર ઈજા પહોંચતા બાઈકસવાર યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ : પોલીસ દ્વારા ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

લાલપુર નજીક અવેલા ડુંગળીના કારખાના પાસેથી પસાર થતા બાઈકને પૂરઝડપે બેફીકરાઈથી આવતા આઈસર ટ્રકના ચાલકે એકાએક ગોલાઈ વારતા બાઇકસવારને હડફેટે લેતા અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવની પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર નજીક અવેલા ડુંગળીના કારખાના પાસેથી હેમતલાલ મધુડિયા નામના યુવાન બુધવારે બપોરના સમયે તેના જીજે-10-એએસ-9305 નંબરના બાઈક પર દ્વારકાધિશ પાર્કથી લાલપુર ગામ તરફ જતા હતાં ત્યારે ડુંગળીના કારખાનામાંથી પૂરઝડપે આવી રહેલા જીજે-04-એકસ-7250 નંબરના આઈસર ટ્રકના ચાલકે એકાએક ગોલાઈ વારતા બાઈકને ઠોકરે ચડાવી હડફેટે લેતા અકસ્માતમાં બાઈકસવાર હેમતલાલને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ થઈને ઢળી પડયા હતાં. જ્યાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માતના બનાવની જાણ થતા પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી તેના પરિવારજનોને જાણ કરી હતી. જેના આધારે પોલીસે મૃતકના પુત્ર સાગરભાઈનું નિવેદન નોંધી આઈસર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular