Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારધ્રોલના લતપીરની ગૌશાળા નજીક સેન્ટ્રોએ છકડાને હડફેટે લેતા ચાલકનું મોત

ધ્રોલના લતપીરની ગૌશાળા નજીક સેન્ટ્રોએ છકડાને હડફેટે લેતા ચાલકનું મોત

- Advertisement -

ધ્રોલ તાલુકાના લતીપર ગામની ગૌશાળા નજીક સોમવારે સાંજના સમયે પૂરઝડપે બેફીકરાઇથી પસાર થતી સેન્ટ્રો કારના ચાલકે સામેથી આવતી છકડો રીક્ષા સાથે ધડાકાભેર અથડાતા રીક્ષાચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ-ટંકારા ધોરીમાર્ગ પર સોમવારે સાંજના 7:30 વાગ્યાના અરસામાં લતીપર ગામની ગૌશાળા નજીક પૂરઝડપે બેફીકરાઇથી આવતી જીજે-05-જેએન-5208 નંબરની સેન્ટ્રો કારના ચાલકે સામેથી આવતી છકડો રીક્ષા સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માતમાં રીક્ષાચાલક ચંદુભાઈ લાખાભાઈ સરવૈયા (ઉ.વ.46) નામના યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ધ્રોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ ચંદુભાઈનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની લતીપર ગામના સરપંચ અને મૃતક ચંદુભાઈના ભાઈ હસમુખભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા ચંદુભાઈ સોમવારે તેનો છકડો લઇ લાલપુર ગામે જુથ યોજનાનું પાણી પહોંચાડવા ગયા હતાં અને ત્યાંથી પરત ફરતા હતાં તે દરમિયાન ગૌશાળા નજીક કારે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. પોલીસે સરપંચના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular