Wednesday, October 28, 2026
Homeરાજ્યજામનગરજામનગરની આઇટીઆઇમાં સુવિધાઓના અભાવ અંગે એબીવીપી દ્વારા આવેદન - VIDEO

જામનગરની આઇટીઆઇમાં સુવિધાઓના અભાવ અંગે એબીવીપી દ્વારા આવેદન – VIDEO

જામનગરની આઇટીઆઇમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓના અભાવ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ થતાં પોલીસ દોડી ગઇ હતી.

- Advertisement -

અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આઇટીઆઇ કોલેજ મેઇન બિલ્ડીંગમાં પીવાનું પાણી, દૈનિક સાફ-સફાઇ, ફાયર સેફટીના સાધનો તેમજ બંધ લીફટ સહિતની સમસ્યાઓને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે અગાઉ રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ આવતો નથી આ બાબતે 21 ઓકટોબરના પણ આવેદનપત્ર પાઠવી 7 દિવસનો સમય અપાયો હતો. પરંતુ કોઇ કાર્યવાહી કરાઇ ન હતી અને કોલેજ પ્રશાસન દ્વારા રજૂઆત કરવા આવેલ વિદ્યાર્થીઓને એડમીશન રદ તેમજ પરીક્ષામાં ફેલ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે. જો ત્રણ દિવસમાં નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular