Saturday, August 22, 2026
Homeરાજ્યજામનગરલઠ્ઠાકાંડના વિરોધમાં ‘આપ’ના ધરણા, પોલીસ દ્વારા ધારાસભ્ય સહિતની અટકાયત - VIDEO

લઠ્ઠાકાંડના વિરોધમાં ‘આપ’ના ધરણા, પોલીસ દ્વારા ધારાસભ્ય સહિતની અટકાયત – VIDEO

જામનગર શહેરમાં આમઆદમી પાર્ટી દ્વારા ભાવનગરના લઠ્ઠાકાંડ અને નકલી દારૂને લઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પોલીસ દ્વારા ધારાસભ્ય સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -

તાજેતરમાં ભાવનગરમાં લઠ્ઠાકાંડને કારણે કેટલાંક લોકોના મોત નિપજયા હતાં અને કેટલાંક લોકોની તબિયત લથડતાં સારવારમાં ખસેડાયા હતા. જેને લઇ જામનગર શહેરમાં આમઆદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યની કથળતી કાયદો વ્યવસ્થા અને રાજ્યમાં બૂટલેગરોનું રાજના આક્ષેપ સાથે આમઆદમી પાર્ટી દ્વારા ધરણા કરવામાં આવ્યા હતાં. આમઆદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમતભાઇ ખવા, જામનગરના કોર્પોરેટર જેનબબેન ખફી, વશરામભાઇ રાઠોડ સહિતના અગ્રણીઓ, કાર્યકરો દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પોલીસ દ્વારા ધરણા કરતાં ધારાસભ્ય સહિતનાની અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular