Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરખાનગી કંપનીમાં રિવર્સમાં આવતી ક્રેઈનનું ટાયર ફરી વળતા યુવાનનું મોત

ખાનગી કંપનીમાં રિવર્સમાં આવતી ક્રેઈનનું ટાયર ફરી વળતા યુવાનનું મોત

શનિવારે સાંજે 05:30 વાગ્યે અકમસ્માત: મેઘપર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી

- Advertisement -

જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં બેફીકરાઇથી રીવર્સમાં લેતા ક્રેઈનચાલકે યુવાનને હડફેટે લેતા ક્રેઈનનું ટાયર યુવાનના શરીર ઉપર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાં શનિવારે સાંજના સમયે બલરાજસિંઘ ગુરૂબક્ષસિંઘ નામનો યુવાન તેની ફરજ પર હતો તે દરમિયાન જીજે-10-એઆઈ-2614 નંબરની ક્રેઈનના ચાલકે તેની ક્રેઈન બેફીકરાઇભરી રીતે રીવર્સમાં રહેતાં બલરાજસિંઘને હડફેટે લઈ તેના ઉપર ક્રેઈનનું તોતિંગ ટાયર ફરી વળતા માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવની કુલવિંદરસિંઘ દ્વારા દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી બી કોડિયાતર તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ક્રેઈન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular