જામનગર શહેરના નવાગામ (ઘેડ) વિસ્તારમાં રહેતાં યુવાને તેના ઘરે રૂમની છતમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આયખુ ટૂંકાવ્યાના બનાવમાં પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ (ઘેડ)માં આવેલી આનંદ સોસાયટીમાં રહેતાં નરેશભાઇ ઉર્ફે યોગેશ ભાસ્કરભાઇ કક્કડ (ઉ.વ. 38) નામના યુવાને ગઇકાલે સાંજના સમયે તેના ઘરે રૂમની છતમાં લગાડેલા હૂકમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના ભાઇ કલ્પેશ દ્વારા જાણ કરાતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. યુવાનને તપાસતાં મોત નિપજયાનું જાહેર કર્યું હતું. ત્યારબાદ એએસઆઇ સી. જે. ગુઢકા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકે કયા કારણોસર જિંદગી ટૂંકાવી તે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.


