Sunday, February 16, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ચોરાઉ છકડો રીક્ષા સાથે તસ્કર ઝબ્બે

જામનગર શહેરમાં ચોરાઉ છકડો રીક્ષા સાથે તસ્કર ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરમાં બે સપ્તાહ પહેલાં થયેલી છકડા રીક્ષા ચોરીમાં સિટી બી ડીવીઝન પોલીસે તસ્કરને દબોચી લઇ રીક્ષા કબ્જે કરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં પત્રકાર સોસાયટીમાં પાર્ક કરેલ જીજે-10-ટીઝેડ-2367 નંબરની છકડો રીક્ષા પાર્ક કરી હતી. જે રીક્ષા ચોરી થઈ ગઈ હતી આ રીક્ષા ચોરીમાં સંડોવાયેલા તસ્કર અંગે એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, હેકો ક્રિપાલસિંહ સોઢા, પો.કો. જયદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ પી પી ઝા, એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, રાજેશ વેગડ, હેકો ક્રિપાલસિંહ સોઢા, દશરથસિંહ પરમાર, પો.કો. સંજય પરમાર, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, મયુરરાજસિંહ જાડેજા, વિપુલ ગઢવી, સાજીદ બેલીમ સહિતના સ્ટાફે વોચ ગોઠવી બેડી પુલ નીચેથી હુશેન ઉર્ફે હુશનો ચોર અલીમામદ જારમામદ જોખીયા નામના શખ્સને છકડા રીક્ષા સાથે દબોચી લઇ પૂછપરછ હાથ ધરતાં રીક્ષા ચોરીની હોવાની કેફીયત આપતા પોલીસે રૂા.75,000 ની ચોરાઉ રીક્ષા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular