Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરસપડા દર્શનાર્થે જતાં સાત પદયાત્રીઓને રીક્ષાચાલકે ઠોકરે ચડાવ્યા

સપડા દર્શનાર્થે જતાં સાત પદયાત્રીઓને રીક્ષાચાલકે ઠોકરે ચડાવ્યા

એક બાઇકને પણ હડફેટે લીધી: ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા : ગુસ્સે થયેલા લોકોએ રીક્ષાચાલકને લમધાર્યો

- Advertisement -

જામનગર નજીક સપડામાં આજે ગણેશચતુર્થીના દિવસે રાત્રિથી ભકતો દ્વારા પગપાળા જતા હોય છે. આજે વહેલીસવારે આ માર્ગ પરથી પૂરપાટ જતી રીક્ષાએ અડધો ડઝન જેટલા પદયાત્રીઓ અને એક બાઇકને ઠોકરે ચડાવતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર નજીક આવેલા સપડા સિધ્ધી વિનાયકના મંદિરે આજે ગણેશચતુર્થી હોય જેથી ગત રાત્રિથી જ અનેક શ્રદ્ધાળુઓ પગયાત્રા કરીને દર્શનાર્થે જતાં હોય છે. દરમિયાન આજે સવારે ગણપતિના દર્શનાર્થે જતા સપડા માર્ગ પર પૂરપાટ આવી રહેલી જીજે-10-ટીડબલ્યુ-7512 નંબરની રીક્ષાએ સાત જેટલા પદયાત્રીઓને ઠોકરે ચડાવ્યા હતાં અને બાઈકને પણ ઠોકરે ચડાવી હતી. આ અકસ્માતમાં દિવ્યાબેન ગજરા, કનૈયાલાલ ગજરા, રશ્મિતાબેન વાળા, હર્ષિલ મહેતા, ઋષિ દાઉદીયા, ઈશીતા જેઠવા અને હર્ષ ચૌહાણ નામના ભકતોને ઈજા પહોંચાડતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પદયાત્રીઓને ઠોકરે ચડાવતા ગુસ્સે થયેલા લોકોએ રીક્ષાચાલકને લમધાર્યો હતો અને આ બનાવ અંગેની જાણ કરાતા પંચ એ ડીવીઝન પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular