Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ગોકુલનગર વિસ્તારમાં મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

રૂા.6000 ની કિંમતની 12 બોટલ દારૂ કબ્જે : સપ્લાયર સહિત બે શખ્સોની શોધખોળ : સંગમ બાગ પાસેથી બાઈકસવાર દારૂની બોટલ સાથે ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર આવેલી દ્વારકેશ સોસાયટીમાં રહેણાંક મકાનમાં સીટી સી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.6000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બાર બોટલ મળી આવતા પોલીસે બ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. જામનગરના સંગમ બાગ પાસેથી બાઈક પર જતા શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે દારૂ અને બાઈક કબ્જે કરી પૂછપરછ આરંભી હતી.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી રડાર રોડ પર આવેલી દ્વારકેશ સોસાયટીમાં રહેતાં મસરી ઉર્ફે મહેશ દેવશી બારાઈ નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાં તલાસી લેતા રૂા.6000 ની કિંમતની બાર બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી મસરી બારાઈ તથા દારૂ સપ્લાય કરનાર રમેશ ઉર્ફે રામભાઈ નામના બે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

બીજો દરોડો, જામનગર શહેરમાં સંગમ બાગ પાસેથી પસાર થતા જીજે-10-ડીજી-9687 નંબરના બાઈકસવારને મળેલી બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા વિષ્ણુ રમેશ પઠાણ નામના શખ્સના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની ઇંગ્લીશ દારૂની બે બોટલો મળી આવતા પોલીસે રૂા.40000 નું બાઈક અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.41000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં સીધ્ધાર્થ મનોજ ભટ્ટ નામના જામનગરના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular