Wednesday, October 23, 2024
Homeરાજ્યહાલારસેતાલુસમાં ઢોર ચરાવતા સમયે વીજશોક લાગતા યુવકનું મોત

સેતાલુસમાં ઢોર ચરાવતા સમયે વીજશોક લાગતા યુવકનું મોત

શુક્રવારે સાંજના સમયે બનાવ : જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

- Advertisement -

લાલપુર તાલુકાના સેતાલુસ ગામના વાડી વિસ્તારમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા યુવક ભુલથી ઈલેકટ્રીક થાંભલાને અડી જતા વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના સેતાલુસ ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને માલધારીનો વ્યવસાય કરતા જગાભાઈ ટીડાભાઈ ઠુંગા (ઉ.વ.24) નામનો યુવક ગત તા.5 ના રોજ સાંજના સમયે ઢોર ચરાવતો હતો તે દરમિયાન ખેતરમાં રહેલા ઇલેકટ્રીક થાંભલાને અડી જતા વીજશોક લાગતા બેશુદ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મંગળવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની બીજલભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular