Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં આ જગ્યાએ ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણનો પ્લાન્ટ સ્થપાશે

ગુજરાતમાં આ જગ્યાએ ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણનો પ્લાન્ટ સ્થપાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યુએસની કંપની સાથે એમઓયુ કર્યા

- Advertisement -

યુએસ સ્થિત ટ્રાઇટોન ઇલેક્ટ્રિક વ્હીકલ્સે મંગળવારે કચ્છ જિલ્લામાં ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હિકલ પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 10,800 કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. ભુજમાં 645 એકરના પ્લોટ પર સુવિધા સ્થાપવા માટે કંપની નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન શરૂઆતમાં રૂ.1,200 કરોડનું રોકાણ કરશે. એકમ વાર્ષિક 50,000 ટ્રકનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવશે.

- Advertisement -

ગુજરાત સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કંપનીના સ્થાપક અને CEO હિમાંશુ પટેલ અને અધિક મુખ્ય સચિવ (ઉદ્યોગ અને ખાણ વિભાગ) ડૉ. રાજીવ ગુપ્તાએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. કંપની યુએસમાં ઇલેક્ટ્રિક સેમી-ટ્રક, એસયુવી, ઇલેક્ટ્રિક સેડાન, ડિફેન્સ ઇવી અને ઇ-રિક્ષાનું ઉત્પાદન કરે છે.

એમઓયુ મુજબ ટ્રાઇટોન ઇલેક્ટ્રિક વ્હીકલ 50,000 ટ્રકની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે 645 એકર જમીનમાં પ્લાન્ટ સ્થાપશે.આ પ્લાન્ટની સ્થાપના માટે જરૂરી મંજૂરીઓ અને નોંધણી પ્રક્રિયા પૂરી પાડવામાં મદદ કરશે. રાજ્ય સરકાર અને યુએસ સ્થિત ટ્રાઈટોન ઈલેક્ટ્રિક વ્હીકલ, એલસીસી વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્લાન્ટથી કચ્છના યુવાનો માટે રોજગારીના નવા અવસરો ઉભા થશે

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular