Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગરના પંચવટી વિસ્તારમાંથી 18 હજારની વિદેશી સિગરેટના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

જામનગરના પંચવટી વિસ્તારમાંથી 18 હજારની વિદેશી સિગરેટના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં પાનની દુકાનમાંથી રૂા.18000 ની કિંમતના ગેરકાયદેસર વિદેશી સીગરેટના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પંચવટી નજીક શિવ પાનની દુકાનવાળા નંદલાલ વિધાણી પોતાની દુકાને ગેરકાયદેસર રીતે વિદેશી સિગરેટનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતો હોવાની એસઓજીના રાજેશભાઈ મકવાણા, અનિરૂધ્ધસિંહ ઝાલા તથા શોભરાજસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની સૂચના અને એસઓજીના પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઈ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજીના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન નંદલાલ વિધાણીને રૂા.18000 ની કિંમતના 90 નંગ વિદેશી સિગરેટના પેકેટ સાથેનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular