Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં બે સ્થળોએ વિદેશી દારૂની કાર્યવાહીમાં એક શખ્સ ઝડપાયો: બે ફરાર

ખંભાળિયામાં બે સ્થળોએ વિદેશી દારૂની કાર્યવાહીમાં એક શખ્સ ઝડપાયો: બે ફરાર

- Advertisement -

ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ભીખુ રાયા ધારાણી નામના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી આ સ્થળેથી વિદેશી દારૂની ત્રણ બોટલ કબજે કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 31,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે આરોપી પોલીસને હાથ ન લાગતાં તેને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના ભટ્ટગામ ગામના પાદરમાં રહેતા નિલેશ માંડણ મોવાણીયા 23 વર્ષના શખ્સને વિદેશી દારૂના ત્રણ ચપલા સાથે પોલીસે ઝડપી લીધો હતો. આ દરોડામાં જામનગરના મયુરનગર વિસ્તારમાં નિકુંજ મારુ નામના સપ્લાયરને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular