મોડા ગામે તરૂણીને નાના ભાઇ સાથે મોબાઇલ જોવા બાબતે ઝઘડો થયા બાદ આ અંગે તેણીના માતા-પિતાએ ઠપકો આપતા તેનું મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરતા આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની વિગત મુજબ, મોડા ગામની સીમમાં રહેતી અને મૂળ મધ્યપ્રદેશની હંસાબેન કલમસિંહ નામની સોળ વર્ષની તરૂણીને મોબાઇલ જોવા બાબતે તેના નાનાભાઇ અરવિંદ સાથે ઝઘડો થયો હતો. અને ઝઘડાને કારણે ગુસ્સામાં મોબાઇલ ફોનના ઘા કરી ફોન તોડી નાખ્યો હતો. જેેથી આ અંગે તેના માતા-પિતાએ ઠપકો આપતા તેનું મનમાં લાગી આવતા તેણીએ ગઈકાલે રાત્રિના સમયે વાડીમાં આવેલ પોતાના રહેણાંક ઓરડીમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે કમતુબેન દ્વારા પોલીસને જાણ કરાતા પંચકોશી એ ડીવીઝન પોલીસના હેકો જે.ડી. મેઘનાથી સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.