જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર જાહેરમાં મોબાઇલ ફોનમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતા ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર જૂગાર રમાડતા શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.15000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર ખેતલા આપાના ટી સ્ટોલ સામે જાહેર રોડ પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતા વન ડે ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગરા રમાડતા હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન નિકુંજ જમન ગધેથરીયા, નામના શખ્સને પોલીસે રૂા.15000 ની કિંમતનો મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.