જામનગર તાલુકાના ચંગા ગામના પાટીયા પાસેથી પસાર થતી કારને આંતરીને તલાસી લેતા તેમાંથી પોલીસે રૂા.4000 ની કિંમતનો દેશી દારૂ અને રૂા.2.50 લાખની કિંમતની કાર સાથે જૂનાગઢના શખ્સને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના ચંગા ગામના પાટીયા પાસેથી પસાર થતી જીજે-12-એકે-2752 નંબરની વર્ના કારને પંચ બી પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.4000ની કિંમતનો 200 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે જૂનાગઢના ગોગન ઉર્ફે ગીગન ધાના પૂછાળ નામના રબારી શખ્સને ઝડપી લઇ રૂા.2.50 લાખની કિંમતની કાર અને 4000 નો દેશી દારૂ મળી કુલ રૂા.2,54,000 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં રાણાવાવ તાલુકાના હનુમાન ગઢ, ગંડિયાવારાનેશમાં રહેતાં કાના બાવા મોરીનું નામ ખૂલતા પોલીસે શખ્સની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.