Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયએર ઈન્ડીયાના પાયલોટે મહિલા મિત્રને આપી સ્પેશિયલ ટ્રીટમેન્ટ

એર ઈન્ડીયાના પાયલોટે મહિલા મિત્રને આપી સ્પેશિયલ ટ્રીટમેન્ટ

સલામતીના ધોરણોના ઉલ્લંઘન બદલ પાયલટ સામે ગુનો નોંધાયો

- Advertisement -

આ ઘટના 27 ફેબ્રુઆરીને છે કે, જ્યારે દુબઇથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડીયાની ફલાઈટમાં એક પાયલોટે તેની ગર્લફ્રેન્ડને કોકપીટમાં ફરવા લઇ ગયો હતો. જે બદલ ડીજીસીએમાં કેસ નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

એવિએશન રેગ્યુલેશન ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના સલામતીના ધોરણોનું ઉલ્લંઘન બદલ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પાયલટ પર આરોપ છે કે, તેને કેબિન ક્રુ ને તેના મિત્રનું સ્વગાત કરવા માટે સુચના આપી હતી તેમજ બિઝનેસ કલાસ ફુડ ખવડાવવાનો પણ આરોપ છે. આ અંગે પૂછતા એરલાઈનના અધિકારીએ જણાવ્યું હતું કે, એર ઈન્ડીયા એ ઉભા થયેલા મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે એક સમિતિની રચના કરી છે.

વધુમાં ક્રુએ કહ્યું કે, બિઝનેસ કલાસમાં કોઇ સીટો ખાલી છે કે નહીં તે જોવા તેને કહેવાયું સીટો ખાલી ન હોતા મહિલા મિત્રને કોકપીટમાં બોલાવી અને ત્યારબાદ પાયલટનું વલણ બદલાયું અને તેને ક્રુ સાથે નોકર જેવો વ્યવહાર કર્યો હતો.
આમ એર ઈન્ડીયાના પાયલટને તેની ગર્લફ્રેન્ડને ફરવાનું મોંઘું પડયું. ડીજીસીએ ના સલામતી ધોરણોનું ઉલ્લંઘન કરતાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular