Tuesday, April 16, 2024
Homeરાષ્ટ્રીય2022-23માં એક લાખ કરોડથી વધુની જીએસટી ચોરી

2022-23માં એક લાખ કરોડથી વધુની જીએસટી ચોરી

- Advertisement -

ભારતીય ટેક્સ માળખામાં ધરમૂળમાંથી ફેરફાર કરીને શરૂ કરવામાં આવેલી નવી ટેક્સ પ્રણાલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સથી સરકારને હવે બમ્પર કમાણી થઈ રહી છે. સમયાંતરે ટેક્સ કાયદા અને ઓનલાઈન સિસ્ટમમાં ફેરફાર કરીને તેમાં પારદર્શિતા લાવવા અને છટકબારીઓ બંધ કરવાના અથાગ પ્રયાસ કરી રહી છે. તેમ છતા ભેજાબાજો એનકેન પ્રકારે જીએસટી ચોરીનો રસ્તો શોધી કાઢે છે. તાજેતરમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2022-23માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચૂકવણીમાંથી બચવાના પ્રયાસોને ટેક્સ અધિકારીઓએ મોટા પ્રમાણમાં નિષ્ફળ બનાવ્યા છે અને રૂ. 1.01 લાખ કરોડથી વધુની કરચોરી શોધી કાઢવામાં સફળ થયા છે. એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (ડીજીજીઆઇ)ના અધિકારીઓએ પણ ગત નાણાકીય વર્ષમાં કરચોરી કરનારાઓ પાસેથી રૂ. 21,000 કરોડની વસૂલાત કરી હતી. સરકાર ટેક્સ અનુપાલનને વધારવા માટે પગલાં લઈ રહી છે અને ડેટા વિશ્ર્લેષણ અને છેતરપિંડી શોધવા માટે માનવીય ગુપ્ત માહિતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

- Advertisement -

ડીજીજીઆઈના અધિકારીઓએ નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 1,01,300 કરોડની કરચોરી શોધી કાઢી છે, જે પાછલા વર્ષની સરખામણીએ લગભગ બમણી છે. નાણાકીય વર્ષ 2021-22માં 54,000 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ હતી. 2021-22ના 12,574 કેસની સામે ગત નાણાકીય વર્ષમાં કરચોરીના લગભગ 14,000 કેસ નોંધાયા હતા. જીએસટી ન ચૂકવવા, વેપારીઓ કરપાત્ર માલસામાન અને સેવાઓના મૂલ્યની અન્ડર-રિપોટગ, કર મુક્તિના ખોટા દાવા અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના રસ્તાઓ શોધે છે. આ સિવાય ટેક્સ ચોરીમાં નકલી રસીદો જમા કરાવવા અને બનાવટી કંપનીઓ સાથેના વ્યવહારોની વિગતો પણ દર્શાવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular