જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં પ્રૌઢ વેપારીનું શનિવારે સવારના સમયે જોગસપાર્ક નજીક બાઈક સ્લીપ થઈ જતાં પડી જવાથી માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, મૂળ રાજસ્થાનના અને હાલ જામનગરના ખોડિયાાર કોલોની રાજનગર વિસ્તારમાં રહેતાં સીએ સુભાષચંદ્ર ભવરલાલ બોરદીયા (ઉ.વ.55) નામના પ્રૌઢ જૈન વેપારી શનિવારે તા.26 ના વહેલીસવારના સમયે તેના બાઈક પર જોગસપાર્ક ગુરૂદતાત્રેય મંદિર રોડ પરથી પસાર થતા હતા ત્યારે કોઇ કારણસર બાઈક સ્લીપ થઈ જતાં માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા બેશુદ્ધ હાલતમાં પ્રૌઢને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મયંકભાઈ મહેતા દ્વારા જાણ કરતા પી.કે. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.