Monday, September 14, 2026
Homeરાજ્યજામનગરલોહાણા સમાજ દ્વારા વેલકમ નવરાત્રી અંતર્ગત ભવ્ય ભજન અને ગરબાના કાર્યક્રમ -...

લોહાણા સમાજ દ્વારા વેલકમ નવરાત્રી અંતર્ગત ભવ્ય ભજન અને ગરબાના કાર્યક્રમ – VIDEO

જામનગરમાં નવેલકમ નવરાત્રીથના સૂર ગુંજ્યા, ભજન-ગરબાની રમઝટ વચ્ચે ગૌસેવાનો સંકલ્પ

જામનગરમાં નવરાત્રીના આગમન પૂર્વે જામનગરમાં લોહાણા સમાજ દ્વારા નવેલકમ નવરાત્રીથ અંતર્ગત ભવ્ય ભજન અને ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સાત રસ્તા નજીક આવેલા એમ.પી. શાહ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો જોડાયા હતા.

- Advertisement -

કાર્યક્રમ દરમિયાન રઘુવંશી બીટ્સ અને તેજદાન ગઢવીની ટીમ દ્વારા ભજન, ગરબા તેમજ શિવ સ્તુતિની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. ભક્તિમય સંગીતના સૂર સાથે ઉપસ્થિત લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર ગ્રાઉન્ડ ભજન-ગરબાની રમઝટથી ગુંજી ઉઠ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન માત્ર સાંસ્કૃતિક ઉજવણી પૂરતું મર્યાદિત ન રાખી દુષ્કાળની સ્થિતિમાં ગૌમાતાની સેવાના ઉમદા હેતુ સાથે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમથી થનારી તમામ આવક ગૌશાળાના લાભાર્થે અર્પણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

- Advertisement -

આવકમાંથી વૈષ્ણોદેવીની હવેલી ખાતે આવેલી ગૌશાળા તેમજ હાપા ગૌશાળાને સહાય કરવામાં આવશે. આ રીતે ભજન અને ગરબાની ભક્તિ સાથે ગૌસેવાનો સંદેશ પણ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular