Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયભારતને જેકપોટ : લિથિયમ બાદ મળ્યો સોનાનો ભંડાર

ભારતને જેકપોટ : લિથિયમ બાદ મળ્યો સોનાનો ભંડાર

- Advertisement -

જમ્મુ-કાશ્મિર લિથિયમનો ખજાનો મળ્યા બાદ હવે ભારતને વધુ એક જેકપોટ મળી ગયો છે. ઓડિશાના 3 જિલ્લાના સોનાના ભંડારના સંકેતો છે. જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને ઓડિશાના ડિરેકટરોેટ ઓફ જીઓલોજીએ દેવગઢ, કેઓંન્ઝર અને મયુરભંજમાં સોનાના ભંડારનો સંકેત આપ્યો છે.

- Advertisement -

આ ત્રણ જિલ્લાઓમાં જ્યાં સોનાના ભંડાર દર્શાવવામાં આવ્યા છે. તેમાં દિમિરીમુંડા, કુશકલા, ગોટીપુર, કેઓંઝાર જિલ્લામાં ગોપુર, મયુરભંજ જિલ્લામાં જોશીપુર, સુરિયાગુડા, રુઆંસીલા, યશુરા ટેકરી અને દેવગઢ જિલ્લામાં અડાસનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં પ્રથમ સર્વે 1970 અને 80ના દાયકામાં ખાણ અને ભૂસ્તર વિજ્ઞાન વિભાગ અને જીએસઆઇ દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે, તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા ન હતાં.

રાજ્યના ખાણકામ મંત્રી પ્રફુલ્લકુમાર મલિકે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં આ ત્રણ જિલ્લામાં વધુ એક સર્વે હાથ ધર્યો છે. વાસ્તવમાં ઠેંકનાલના ધારાસભ્ય સુધીરકુમાર સામલે વિધાનસભામાં સોનાના ભંડારને લગતો પ્રશ્ર્ન પૂછયો હતો. તેના જવાબમાં પ્રફુલ્લકુમારે ત્રણ જિલ્લામાં ખજાનો મળવાની શકયતાઓ વિશે જણાવ્યું હતુ. જો કે, અત્યારે સ્પષ્ટ નથી કે, ત્રણેય જિલ્લામાંથી મળી આવેલા સોનાના ભંડારમાં સોનાનો જથ્થો કેટલો છે.

- Advertisement -

અગાઉ જમ્મુ-કાશ્મિરમાં શોધાયેલ લિથિયમનો ભંડાર 5.9 મીલીયન ટન છે. જે ચિલી અને ઓસ્ટ્રેલિયા પછી વિશ્ર્વમાં સૌથી મોટો છે. આ શોધ બાદ ભારત લિથિયમ ક્ષમતાના મામલે ત્રીજા નંબર પર આવી ગયું છે. લિથિયમ એ એવી બિનફેરસ ધાતુ છે. જેનો ઉપયોગ મોબાઇલ, લેપટોપ, ઇલેકીટ્રક વ્હીકલ સહીતની ઘણી વસ્તુઓ માટે ચાર્જેબલ બેટરી બનાવવા માટે થાય છે. આ દુર્લભ વસ્તુઓ માટે ભારત હાલમાં અન્ય દેશો પર નિર્ભર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular