Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયચીનમાં કોરોનાનું તાંડવ, ભારત સાબદું

ચીનમાં કોરોનાનું તાંડવ, ભારત સાબદું

હોસ્પિટલોમાં બેડ, દવા ખૂટયાં, સ્મશાનોમાં લાઈનો લાગી : કોરોના સંક્રમિતોને રસ્તા પર આપવામાં આવી રહી છે સારવાર: 24 કલાકમાં 3.7 કરોડ લોકો સંક્રમિત થયાની આશંકા

- Advertisement -

ચીનમાં કોરોના બીએફ.7 વેરિઅન્ટના કારણે સ્થિતિ દરરોજ કથળી રહી છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે, કોરોનાની પીક આ સપ્તાહે આવશે. લંડનની ગ્લોબલ હેલ્થ ઈન્ટેલિજન્સ કંપની એરફિનિટીએ કહ્યું કે આ સપ્તાહે એક દિવસમાં લગભગ 3.7 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. રિપોર્ટ મુજબ ચીનમાં અત્યારે દૈનિક 10 લાખ કેસ આવી રહ્યા છે અને 5,000 મોત થઈ રહ્યા છે. જોકે, સરકારી આંકડામાં ગુરૂવારે માત્ર 4,000 કેસ જ બતાવવામાં આવ્યા હતા. ચીનમાં મહામારીને પગલે હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર અને દવાઓ ખૂટી પડયાં છે તથા સ્મશાનોમાં પણ લાઈનો લાગી છે.

- Advertisement -

હોસ્પિટલનો મોટાભાગનો સ્ટાફ ખુદ કોરોના સંક્રમિત બની ગયો છે. આવી હાલતમાં પણ ચીન સરકાર બીમારોને પણ કામ પર પાછા ફરવાની ફરજ પાડી રહી હોવાથી સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં ચીનનું અર્થતંત્ર લાંબા સમય સુધી ઠપ રહે તેમ હોવાથી અમેરિકાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે ચીનની હાલતની અસર વિશ્વભરનાં અર્થતંત્ર પર વર્તાશે.

એરફાઈનિટીના મહામારી વિશેષજ્ઞા ડો. લુઈઝ બ્લેઅરે આગાહી કરી છે કે ચીનમાં આગામી જાન્યુઆરીમાં કોરોના કેસોનો દૈનિક આંક 37 લાખ અને આગામી માર્ચ સુધીમાં તે વધીને દૈનિક 42 લાખને પાર જઈ શકે છે. તેના કારણે હજારો લોકોનાં મોત નીપજી શકે છે. ચીનમાં બીએફ 7 વેરિએન્ટના કારણે મોટી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે.જોકે, ચીન અસલી ડેટા છૂપાવી રહ્યું છે. તે રોજના ચાર હજાર કેસ જ નોંદાતા હોવાનું જણાવે છે જે અવિશ્સનીય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોએ ચીનના જુઠ્ઠાણાંને ઉઘાડું પાડી દીધું છે. આ દરમિયાન નિષ્ણાતોને મતે આગામી સપ્તાહમાં ચીનમાં પીક આવી શકે છે આ સંજોગોમાં ભારત સહિત દુનિયાભરના દેશોએ સાવધ રહેવાની જરુર છે. બ્રિટનની હેલ્થ ડેટા ફર્મ એરફાઈનિટીના રિપોર્ટ અનુસાર ચીનમાં રોજ ના દસ લાખ લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને પાંચ હજાર મોતનો ડર છે. આવનારાં સપ્તાહમાં સ્થિતિ હજુ વણસી શકે છે. ચીનનાં અર્થતત્રમાં તેને લીધે સ્લોડાઉન આવશે જેની અસર વિશ્વભરનાં બજારો પર પડશે.

- Advertisement -

ચીનમાં લોકડાઉન દૂર કરાયા બાદ કોરોનાનો વિસ્ફોટ થયો છે. સરકાર દ્વારા એક પછી એક પગલાં ભરાઈ રહ્યાં છે. તેના કારણે લોકોમાં ભારે ગુસ્સો છે. ઝેઝિયાંગ, અનહૂઈ અને ચોંગકિંગ પ્રાંતમાં હળવાં લક્ષણો ધરાવનારા લોકોને પણ કામ પર હાજર થવાનો આદેશ અપાતાં રોષનો જુવાળ ફાટી નીકળ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર રોષ ઠાલવતાં લખી રહ્યા છે કે સરકાર માટે લોકોની જિંદગીની કિંમત કીડીમકોડા બરાબર છે. ચીનનાં ટ્વિટર જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર સરકારની કોવિડ નીતિ સામે વિરોધને હેશટેગ સાથે ત્રણ કરોડથી વધુ પોસ્ટ થઈ હતી. તેના પર એક યૂઝરે લખ્યું હતું કે સરકારે ત્રણ વર્ષથી કોરોના સામે લડવા કોઈ નીતિ બનાવી નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular