Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરશહેરની બન્ને બેઠકોમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક : પેઇજ સમિતિના સંમેલનો હાઉસફૂલ

શહેરની બન્ને બેઠકોમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક : પેઇજ સમિતિના સંમેલનો હાઉસફૂલ

78 અને 79 વિધાનસભાનું સંમેલનમાં કાર્યકર્તાઓની હકડેઠઠ હાજરી : રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીને વિજયી બનાવવા કાર્યકર્તાઓનો દ્રઢ નિર્ધાર

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનો જાહેર પ્રચાર મંગળવાર સાંજથી બંધ થયો છે, ત્યારે પ્રચારના અંતિમ તબક્કામાં શહેર ભાજપએ ચૂંટણી જીતવા માટેનું બ્રહ્માસ્ત્રબ્રહ ગણાતી પેઇજ સમિતિના સંમેલનોનો માસ્ટર સ્ટ્રોક મારી હરીફ ઉમેદવારોની ઉંધ હરામ કરી દિધી છે. દરેક વોર્ડની પેઈજ સમિતિના સંમેલનોમાં કાર્યકરો અને સમર્થકો એટલી મોટી સંખ્યામાં સ્વયંભૂ ઉમટી પડતાં આ સંમેલનો વિજય વિશ્ર્વાસ સંમેલન બની ગયા હતા. બંને બેઠકો ઐતિહાસિક સરસાઇ સાથે જીતવા માટે ભાજપના કાર્યકરોએ વટભેર હુંકાર કરતાં ભાજપ તરફી લોકજુવાળમાં વધારો થતો જોવા મળે છે.

- Advertisement -

જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો.વિમલભાઇ કગથરા, મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, ઇન્ચાર્જ નિલેશભાઇ ઉદાણી, મનિષભાઇ કટારીયા, મુખ્ય ઇન્ચાર્જ ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સહિતના આગેવાનોએ પેઈજ સમિતિના સદસ્યોના સંમેલન પ્રચારના અંતિમ પડાવમાં યોજી વિરોધીઓને ચોંકાવી દિધા હતા. ઉમેદવાર રિવાબા જાડેજા અને દિવ્યેશભાઇ અકબરીના વિજયને વધુ ભવ્ય બનાવવા ભાજપના કાર્યકરોએ મક્કમતાથી દ્રઢ નિર્ધાર વ્યકત કર્યો હતો અને ભારત માતાકી જયના નાદ સાથે વાતાવરણ ગજવ્યું હતું.

- Advertisement -

પેઈજ સમિતિના સંમેલનોમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય આર.સી.ફળદુ, હકુભા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટે.ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઇ ગોસરાણી, જેતે વોર્ડના ભાજપના કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, વોર્ડ સંગઠ્ઠનના સભ્યો, પેઇજ સમિતિના સભ્યો, સિનિયર કાર્યકર્તાઓ, વિવિધ મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. પેઈજ સમિતિના સંમેલનોની અભૂતપૂર્વ સફળતાને પગલે સમગ્ર શહેરમાં ભાજપ તરફી લોકજુવાળમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે, અને તેને લીધે ભાજપના કાર્યકરોમાં ભરપૂર જુસ્સો વધ્યો છે.

સમગ્ર ગુજરાત રાજ્યના પેઈજ સમિતિના પ્રણેતા માનનીય પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન મુજબ, જામનગર-78 તથા 79-વિધાનસભામાં શહેર મહામંત્રી મેરામણભાઇ ભાટુ કે જેમનો સૌરાષ્ટ્રની પેઈજ સમિતિમાં પણ સરાહનીહ કામગીરી રહી છે, તેઓ દ્વારા વિશેષ રીતે જહેમત ઉઠાવી વિશાળ પેઇજ સમિતિના કાર્યકર્તાની હાજરીમાં કાર્યક્રમો યોજાયા હતા.જે સરાહનીય કામગીરીનો પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. પેઈજ સમિતિના આ સંમેલનોમાં 1000થી લઇને 2000થી વધુ કાર્યકરોની હકડેઠઠ હાજરીએ બંને બેઠકોના ઉમેદવારો પણ લીડ વધારાની સાથે જાજરમાન જીતનો અહેસાસ કરાવ્યો હતો.

- Advertisement -

પેઈજ સમિતિના આ સંમેલનો માટે ભાજપના વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓએ ખાસ જહેમત ઉઠાવી હતી. વોર્ડ નં.1ના અકબર કક્કલ, સંજય રાજાણી, પ્રફુલ વાઘેલા, વોર્ડ નં.2ના પ્રજ્ઞેશ ભટ્ટ, ચેતનસિંહ જાડેજા, હિતેષ વસાણી, વોર્ડ નં.3ના નરેન ગઢવી, નગીન ખીરસર્યા, ભૌમિક છાપીયા, વોર્ડ નં.4ના વિજયસિંહ ગોહિલ, સુરેશ કંટારીયા, શૈલેષ વાઘેલા, વોર્ડ નં.5 ના દિપક વાછાણી, રામ ગઢવી, રાજદિપસિંહ જાડેજા, વોર્ડ નં.6 ના દિપકસિંહ ચૌહાણ, ચંદુલાલ શિહોરા, દલસુખ ગોહિલ, વોર્ડ નં.7 ના નરભેરામ ડાકા, હેમંત પાંભર, મનસુખ મહેતા, વોર્ડ નં.8 ના દિલેશ જાની, ઇશ્ર્વર ગજરા, જયેન્દ્ર મુંગરા, વોર્ડ નં.9 ના ભાવેશ કોઠારી, હિતેન્દ્ર ચોટાઇ, હસમુખ મકવાણા, વોર્ડ નં.10 ના રાજેશ નાનાણી, કૈલાશ જેઠવા, દિનેશ ચૌહાણ, વોર્ડ નં.11ના વેલજી નકુમ, પ્રવિણ પરમાર, હરપાલસિંહ જાડેજા, વોર્ડ નં.12ના રઉફ ગઢકાઇ, બિપીન ચૌહાણ, દિપેન નકુમ, વોર્ડ નં.13ના મુકેશ વસોયા, ભરત માનસતા, હરીશ નંદા, વોર્ડ નં.14ના નાનજી નાખવા, દિનેશ ભદ્રા, ભાવીન વસીયર, વોર્ડ નં.15ના જયેશ ઢોલરીયા, શંકર ખીમસુર્યા, ભરત પરમાર અને વોર્ડ નં.16ના ધનજી કછેટીયા, યોગેશ ભટ્ટ અને હસમુખ રાવલીયા અને તેમની ટીમ સંમેલનોની સફળતાને ચાર ચાંદ લગાવી દીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular