Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયરાષ્ટ્રપતિ મુર્મુ ગુજરાતમાં, કાંત્યો રેંટિયો

રાષ્ટ્રપતિ મુર્મુ ગુજરાતમાં, કાંત્યો રેંટિયો

રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતના બે દિવસના પ્રવાસે : ગાંધી આશ્રમની લીધી મુલાકાત : ગાંધીનગરમાં વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ

- Advertisement -

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ગાંધી આશ્રમની મુલાકાત લઈને પોતાની ગુજરાતની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ગાંધી આશ્રમમાં તેમણે કસ્તુરબાનો રૂમ તેમજ હૃદય કુંજની પણ મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને તેમને વંદન કર્યા હતા.

- Advertisement -

રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ દ્રૌપદી મુર્મૂ પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. અહીં તેઓ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ કરોડોના વિકાસકાર્યોને ખુલ્લા મુકશે. તેઓ અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લઈને પોતાના કાર્યની શરૂઆત કરશે. ગાંધીનગરમાં આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને બંદર વિકાસને લગતી વિવિધ યોજનાઓનું લોકોર્પણ કરશે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં પણ ઉપસ્થિત રહેશે.

આવતીકાલે ગુજરાત યુનિવર્સિટીના મહિલા ઉદ્યોગ માટેના સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ ‘ઇંયજિફિિિં’ંનું લોન્ચ કરશે. તેમજ અમદાવાદમાં શિક્ષણ અને આદિજાતિ વિકાસ સંબંધિત વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. ગાંધીનગર સિવિલ કેમ્પસમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાત મુહુર્ત રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે કરાશે. ગાંધીનગર સિવિલ કેમ્પસમાં 373 કરોડના ખર્ચે સ્પેશિયલ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર તૈયાર થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular