Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બાઈકસવારે હડફેટે લેતા પ્રૌઢાનું મોત

જામનગરમાં બાઈકસવારે હડફેટે લેતા પ્રૌઢાનું મોત

પાંચ દિવસ પહેલાં રણજીતનગરમાં અકસ્માતનો બનાવ : સારવાર દરમિયાન મૃત્યુ : પોલીસ દ્વારા બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં પાંચ દિવસ પહેલાં સવારના સમયે ચાલીને જતાં પ્રૌઢાને પૂરઝડપે બેફીકરાઇથી આવતા બાઈકસવારે ઠોકર મારી હડફેટે લેતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યં હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મેહુલનગર વિસ્તારમાં રહેતાં ભૌતિક દિવ્યેશભાઈ સુચક નામના યુવાનની માતા ગત તા.26 ના રોજ સવારના સમયે ચાલીને તેના ઘરે જતાં હતાં ત્યારે રણજીતનગર હરસિધ્ધી માતાજીના મંદિર પાસે પહોંચ્યા ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી આવતા જીજે-10-બીએસ-4616 નંબરના બાઈકસવારે પ્રૌઢાને હડફેટે લેતા નીચે પટકાતા માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પ્રૌઢાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મંગળવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ભૌતિક દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular