Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં લમ્પી ગ્રસ્ત ગાયોને વેકિસનના બદલે પાણીના ઇન્જેકશન અપાયાનો ધારાસભ્ય...

Video : જામનગરમાં લમ્પી ગ્રસ્ત ગાયોને વેકિસનના બદલે પાણીના ઇન્જેકશન અપાયાનો ધારાસભ્ય વિક્રમ માડમનો આક્ષેપ

- Advertisement -

જામનગર શહેર સહિત રાજયમાં છેલ્લાં થોડા સમયથી ગૌવંશમાં લમ્પી રોગએ હાહાકાર મચાવ્યો છે. જામનગરમાં અનેક ગાયો લમ્પી રોગનો ભોગ બની છે. જેના કારણે અનેક ગૌવંશના મૃત્યુ પણ થયા છે. ગૌવંશને લમ્પી રોગથી રક્ષણ માટે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ રસીકરણમાં ગોબાચારી થતી હોય વેક્સિનના બદલે પાણીના ઇન્જેકશન આપવામાં આવતા હોવાનો ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા આક્ષેપ કરાયો છે અને આ અંગેની બે તબિબો વચ્ચેની ઓડિયો ક્લિપ પણ રજુ કરી છે.

- Advertisement -

જામનગર શહેરમાં લમ્પી વાયરસના કારણે દરરોજ અસંખ્ય ગાયોના મોત થઇ રહ્યા છે. વકરતા જતા લમ્પી વાયરસને કારણે ગાયોના થતાં મોતને અટકાવવા ગૌ પ્રેમીઓ તથા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન આજરોજ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા જામનગરમાં લમ્પી વાયરસગ્રસ્ત ગૌ વંશને વેકિસનના બદલે પાણી ભરેલાં ઇન્જેકશન આપવામાં આવતો હોવાનો સનસનાટીજનક સાક્ષેપ કર્યો છે.

- Advertisement -

ધારાસભ્યએ જામનગર મહાનગરપાલિકાના પશુ ડોકટર ડો.ગોધાણી અને 8-10 દિવસ પૂર્વે જામનગરમાં મુકાયેલ ડો.સોલંકી વચ્ચેની વાતચીતનું ચોકાવનારુ રેકોડીંગ રજુ કર્યું હતું અને જણાવ્યું હતું કે, અબોલ પશુઓના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે અને અબોલ પશુઓને આવા ઇન્જેકશન આપવામાં આવે તેના શિંગળા લાલ કરવામાં આવે છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, દરરોજ અંદાજીત 150 જેટલી ગાયોના મૃત્યુ આ રોગને કારણે થતાં હોવાનું સરકારી ચોપડે નોંધાઇ રહ્યું છે. ત્યારે ગાયોના આરોગ્ય સાથે ચેડા કરતાં ડોકટરો સામે પગલાં લઇ ધરપકડ કરવા માંગણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular