Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયામાં જૂગારની મોજ માણતા આઠ શખ્સો ઝડપાયા: 1.79 લાખનો મુદ્દામાલ કબ્જે

ખંભાળિયામાં જૂગારની મોજ માણતા આઠ શખ્સો ઝડપાયા: 1.79 લાખનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં દારૂ-જુગારની પ્રવૃત્તિ સાથે સામે કડક હાથે કામગીરી કરવા અંગે જિલ્લા પોલીસ વડા તથા ડીવાયએસપી દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત ઇન્ચાર્જ પીઆઈ જે.કે. ડાંગરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત ગઇકાલે રવિવારે અહીંના પીએસઆઈ કે.એન. ઠાકરિયા તથા સ્ટાફ દ્વારા અત્રે લુહારશાળ વિસ્તારમાં રહેતા એક આસામીના રહેણાંક મકાનમાં જુગાર દરોડો પાડી, આ સ્થળે ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા વિનોદ કુરજીભાઈ વિઠલાણી, મહેન્દ્ર વીરચંદભાઈ મહેતા, હસમુખ લાભુભાઈ વિઠલાણી, હરદાસ નાથાભાઈ વારોતરીયા, સંજય રમણીકભાઈ, ગોવિંદ વશરામભાઈ ચોપડા અને રસિકલાલ હરિદાસભાઈ ભાયાણી નામના આઠ શખ્સોને દબોચી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વિનુભાઈ વીઠલાણી નામનો શખ્સ અગાઉ નગ્નકાંડ પ્રકરણમાં ઝડપાઈ ગયા બાદ પાસા હેઠળ જેલ હવાલે થયો હતો. જેને ગઈકાલે પોલીસે જુગાર રમતા દબોચી લીધો હતો.

- Advertisement -

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂા.82,000 રોકડા, રૂપિયા 17 હજારની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન તેમજ રૂા.80 હજારની કિંમતની ત્રણ નંગ મોટરસાયકલ મળી, કુલ રૂા.1.79 લાખના મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. જે.કે. ડાંગર, પીએસઆઈ કે.એન. ઠાકરીયા, કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, પ્રદિપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ ઝાલા અને કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી. નામાંકિત શખ્સો સામે જુગાર અંગેની આ કાર્યવાહીથી શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular