- Advertisement -
દેવભૂમિ દ્વારકા તાલુકાના ગોરીંજા ગામની સીમમા ઓખેશ્વર મહાદેવ મંદીર પાસે આવેલા દરીયાકાંઠા વિસ્તાર પાસેથી થોડા દિવસ પૂર્વે અકસ્માતે દરીયામાં ડૂબી જવાના કારણે ફુલાઈ ગયેલી હાલતમાં અંદાજીત 40 થી 50 વર્ષની ઉંમરના એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે મૃતદેહના હજુ સુધી કોઈ વાલીવારસદાર મળી આવ્યા નથી.
જેથી આ મૃતદેહને હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલા કોલ્ડરૂમમાં રાખવામાં આવેલ છે. કોઈ લાપતા બનેલા યુવાનના વારસદારોએ દ્વારકા પોલીસનો સંપર્ક સાધવા પી.એસ.આઈ. એ.આઈ.ચાવડાની એક યાદીમાં જણાવાયું છે.
- Advertisement -