જામનગર શહેરમાં ઉનની કંદોરી પાસે આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતી યુવતીની સગાઈ તૂટી જવાનું મનમાં લાગી આવતા તેણીના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ઉનની કંદોરી પાસે આવેલા ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં રહેતી અલ્ફિયાબેન રફિકભાઈ શેખ (ઉ.વ.18) નામની યુવતીની થોડા દિવસ અગાઉ સગાઈ તૂટી ગઈ હતી અને સગાઈ તૂટી જવાનું મનમાં લાગી આવતા ગત મંગળવારે સવારના સમયે તેના ઘરે રૂમમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે શનિવારે બપોરના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો એન.એચ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.