Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઆસિત મોદી, જેઠાલાલ સહીત ગુજરાતના 28 રત્નોને "ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ" થી...

આસિત મોદી, જેઠાલાલ સહીત ગુજરાતના 28 રત્નોને “ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ” થી સન્માનિત કરાયા

- Advertisement -

એસોસિએશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એન્ડ નોલેજ પ્લસ ફાઉન્ડેશન ના ઉપક્રમે તા: 7 ઓગસ્ટ 2021, શનિવારના રોજ જે. બી. ઓડિટોરિયમ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર કલાકારો, પત્રકારો, રમતવીરો, અધિકારીઓ, ધાર્મિક આગેવાનો સહિતના ગુજરાતી શ્રેષ્ઠીઓને “ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ” થી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના એવા મહાનુભાવો કે જેઓ પોતાના કાર્ય થકી સમાજને એક નવી પ્રેરણા આપે છે. તેવા 28 રત્નોને“ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે.

- Advertisement -

તા.7 ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે ગુજરાતના 28 રત્નોને “ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ” થી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હરીશ ભીમાણી, આસિત મોદી, દિલીપ જોશી, મનોજ જોશી, ગુજરાતના પૂર્વ ન્યાયમૂર્તિ મધુકર ધ્રુવ, નિવૃત્ત આઈ.પી.એસ. અને હાલ ગુજરાત સ્ટેટ હ્યુમન રાઈટ કમિશનના સભ્ય જે.કે.ભટ્ટ, મનીષ મહેતા, દેવાંગ ભટ્ટ, બિમલ પટેલ, લજ્જા ગોસ્વામી, ડૉ. પંકજ શાહ (પદ્મશ્રી), રુઝાન ખંભાતા, સૌમ્ય જોશી, અશોક જૈન, તુષાર ત્રિવેદી, કેતન રાવલ, તરુણ બારોટ, રોબિન ગોએન્કા, મિત્તલ પટેલ, સંજય જૈન, માના પટેલ, મનુભાઇ પ્રજાપતી, યઝી કરંજીયા સહિતના મહાનુભાવોને તેમને ક્ષેત્રે કરેલા ઉત્તમ કાર્ય બદલ જુદા-જુદા ક્ષેત્રની 28 નામાંકિત પ્રતિભાઓની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular