Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતજામનગર-સુરત-મુંબઇના કુલ સાત સાઇબર ચિટરની ધરપકડ

જામનગર-સુરત-મુંબઇના કુલ સાત સાઇબર ચિટરની ધરપકડ

ચાઇનીઝ એપમાં રોકાણના બદલામાં ઉંચા નફાની લાલચ આપી છેતરપિંડી કરતાં હતાં

- Advertisement -

અમદાવાદ સાયબર ક્રાઇમને 6 હજાર રૂપિયાની છેતરપિંડીની અરજી અંગે તપાસ કરતાં ઓનલાઇન એપ્લિકેશન થકી થતી છેતરપિંડીના 50 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ચાઇનીઝ એપ્લિકેશન થકી અલગ અલગ મોડસ ઓપરેન્ડીના આધારે લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. પોલીસ તપાસમાં 28 હજાર લોકોએ રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસે ગેંગમાં સામેલ સાગરિતોને ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી ચાઇનીઝ એપ્લિકેશનમાં રોકાણ કરાવીને રૂપિયા પડાવતી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમમાં આ પ્રકારે રૂપિયા 6 હજારની છેતરપિંડી થઈ હોવાની અરજી આવી હતી. જો કે તપાસ કરતા છેતરપિંડીનો આંકડો રૂપિયા 50 કરોડે પહોંચ્યો હતો.

આ ગેંગના આરોપીઓ સૌ પ્રથમ યુ-ટ્યૂબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ તેમજ લોકોના મોબાઈલ પર ટેક્સ મેસેજ કરીને લિંક મોકલતા હતા. જે લિંક ઓપન કરતા જે તે એપ્લિકેશન ઓપન થાય છે. જેમાં ગ્રાહકોને અલગ અલગ બહાના હેઠળ રોકાણ કરવાની તગડું બોનસ આપવાની લાલચ આપતા. જો કોઈ ગ્રાહક રોકાણ કરે તો એપ્લિકેશન વેબસાઈટના વોલેટમાં બેલેન્સ બતાવતા હોય છે. અને કોઈ ગ્રાહક દ્વારા રૂપિયા ઉપાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો ટેક્નિકલી એરર આવી જતી હોય છે અને જો કોઈ ગ્રાહક વારંવાર પ્રયત્ન કરે તો એપ્લિકેશન બંધ કરી દેતા હતા.

સાયબર ક્રાઇમે તપાસ કરતા આ ગુનાના સાત આરોપી યાસીન કુરેશી, દિલીપ ગોજીયા, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, રાહુલ વાઢેર, જયેશ ગાગિયા, તુષાર ઘેટિયાની અગાઉ ધરપકડ કરી હતી. જ્યારે તપાસ દરમિયાન મહારાષ્ટ્રના જીતેન શાહનું નામ સામે આવ્યું હતું. જેની કંપનીના બેંક એકાઉન્ટમાં ત્રણ મહિનામાં ત્રીસ કરોડ રૂપિયા જમા થયા હતા. જેના બદલામાં અમુક ટકા કમિશન આપવામાં આવતું હતું.

આ રીતે અન્ય આરોપીઓનાં એકાઉન્ટમાં પણ 20 કરોડ રૂપિયા જમા થયા હતા. પોલીસ તપાસ માં બહાર આવ્યું છે કે આ સમગ્ર નેટવર્ક મૂળ ભારતીય વ્યક્તિ ચાઇનામાં બેઠાબેઠા ચલાવતો હતો. જે સોશિયલ મીડિયા મારફતે લોકોનો સંપર્ક કરતો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મોટાભાગના રૂપિયા બિટકોઈનમાં રોકાણ કરવામાં આવતા હતા. જો કે આ અગાઉ પણ એપ્લિકેશન થકી થતી છેતરપિંડીમાં લોકોએ 500 કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનું સાયબર ક્રાઇમની તપાસમાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular