ભાણવડના જુમ્મા મસ્જિદ વિસ્તારમાં રહેતા મુર્તુઝાભાઈ અહમદભાઈ મુનશી નામના 40 વર્ષના મુસ્લિમ વેપારી યુવાનની દુકાનની બાજુમાં જ કરિયાણાની દુકાન ધરાવતા અબ્દુલ જુમાભાઈ રિંડાણી દ્વારા અવાર નવાર ગ્રાહકો બોલાવવા બાબતે બોલાચાલી થતી હોય, સોમવારે મુર્તુઝાભાઈની દુકાનમાં ખરીદી કરવા આવેલા ગ્રાહક સંદર્ભે અબદુલભાઈએ મૂર્તુજાભાઈની દુકાનમાં આવી અને ‘આ મારો ગ્રાહક છે’ તેમ કહી, બિભત્સ ગાળો કાઢી, બોલાચાલી કરી હતી. એટલું જ નહીં, અબ્દુલભાઈની સાથે આવેલા મોહમ્મદહમઝા અબ્દુલ રિંડાણી તથા નસીબબેન જુમાભાઈ રિંડાણીએ પણ ફરિયાદી મુર્તુઝાભાઈને બિભત્સ ગાળો કાઢી લાકડી તથા ઢીકા- પાટુનો માર માર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આરોપી દ્વારા ફરિયાદીને અમારા ગ્રાહકને જો હવે બોલાવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના મતલબની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 447, 324, 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.
ભાણવડમાં દુકાનદાર ઉપર હુમલો કરી, મારી નાખવાની ધમકી
મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ