Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયબહાર આવવા લાગ્યા કોરોના મોતના બિહામણા આંકડા

બહાર આવવા લાગ્યા કોરોના મોતના બિહામણા આંકડા

અગાઉના મોતના એડજસ્ટમેન્ટને કારણે કોરોનાની શાંત પડેલી લહેરમાં પણ વધી રહ્યાં છે મોતના આંકડા

- Advertisement -

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઇ રહયો હોવા છતાં મોતના આંકડામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. આ પાછળનું કારણ અગાઉ થયેલાં મોતના આંકડાઓનું રાજય સરકારો દ્વારા કરવામાં આવતું એડજસ્ટમેન્ટ માનવામાં આવે છે. સુપ્રિમકોર્ટ રાજયોની હાઇકોર્ટની ફટકાર તથા મીડિયામાં દર્શાવવામાં આવી રહેલી વાસ્તવિકતાને નજર અંદાજ કરી શકાય તેમ ન હોય અનેક રાજયો પોતાના રાજયોમાં ડેથ ઓડિટ કરાવી રહયા છે. જેને કારણે કોરોના મોતના વાસ્તવિક આંકડાઓ સામે આવવા લાગ્યા છે. હજુ બે દિવસ પહેલાં જ બિહાર સરકારે મોતના આંકડામાં 3,500થી વધુનો ઉમેરો કર્યો હતો. અન્ય રાજયોમાં આ રીતે મોતના આંકડાઓ સુધારી રહયા છે. જેને કારણે કોરોનાથી થઇ રહેલો મોતનો આંકડો સતત વધી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગયા મહિને ન્યુયોર્ક ટાઇમ્સે પોતાના અહેવાલમાં ભારતમાં કોરોના કાળ દરમ્યાન 40 લાખથી વધુ લોકોના મોત થયા હોવાનો ચોંકાવનારો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો.

- Advertisement -

ભારતમાં કોરોના વાયરસના નવા કેસોની ચિંતા હવે ઘટી રહી છે પરંતુ બીજીતરફ મૃત્યુના આંકડા હજુ પણ આફત ઉભી હોવાના સંકેત આપી રહ્યા છે. દેશમાં 24 કલાકમાં છેલ્લા 70 દિવસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ કોરોનાના નવા કેસ એક લાખ કરતા ઓછા 84,332 નોંધાયા છે. જ્યારે 4,002 લોકોના મોત થયા છે. કોરોના હજુ પણ પહેલા જેટલો જ ઘાતક હોવાનું મૃત્યુના આંકડા પરથી ફલિત થાય છે. વિતેલા કેટલાક દિવસોમાં કોરોના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 63 દિવસ બાદ 11 લાખથી નીચે રહી છે.

એક દિવસમાં ચાર હજારથી વધુ દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક 3,67,081 થયો છે. દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોનો કુલ આંક વધીને 2,93,59,155 થયો છે. દેશમાં હાલમાં સક્રિય કેસો 10,80,690 છે. દેશમાં એકાએક મૃત્યુના આંકડા વધી રહ્યા છે તેની પાછળનું એક કારણ કેટલાક રાજ્યો દ્વારા મૃત્યુના જૂના કેસોને અપડેટ કરવામાં આવ્યા તે પણ છે. છેલ્લા એક મહિનાથી કોરોનાના કુલ કેસોની સામે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધુ રહી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,79,11,383 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. વિતેલા 24 કલાકમાં 1,21,311 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં રિકવરી રેટ વધીને 95.07 ટકા થયો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5 ટકાથી નીચે 4.94 ટકા થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular