Monday, December 30, 2024
Homeરાષ્ટ્રીયટૂલકિટ: કોંગ્રેસનું વલણ જનવિરોધી અને દેશવિઘાતક છે ?!: વાંચો અહીં

ટૂલકિટ: કોંગ્રેસનું વલણ જનવિરોધી અને દેશવિઘાતક છે ?!: વાંચો અહીં

- Advertisement -

કોંગ્રેસે કેન્દ્રસરકાર, વડા પ્રધાન નરેન્દ્રમોદી અને ભાજપ પર ટીકા કરવાની માર્ગદર્શિકા સમી ટૂલકિટમાં કેન્દ્રસરકારના વિરોધમાં કાર્યકર્તાઓએ કેવા પ્રકારે દુષ્પ્રયાર કરવો અથવા વિરોધપ્રદર્શિત કરી તેમની ઈમેજ કઈ રીતે ખરડવી તેના કીમિયા પણ સૂચવવામાં આવ્યા છે.વડા પ્રધાન મોદી ખને ભાજપનો વિરોધ કરવા માટે કોગ્રેસ હવે અત્યંત નિમ્ન સ્તરેપહોંચી છે. કોરોનાના નવા સ્વરૂપને મોદી સ્ટ્રેન’ તરીકે સંબોધવો, સળગતી ચિતાઓની તસવીરો વિશ્વભરમાં પ્રસારિત કરવી, ભારતવિરોધી સમાચારો આંતરરાષ્ટ્રીય મીડિયાને પહોંચતા કરવા જેવાં કામ કોગ્રેસે શરૂ કર્યા હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે.

ટૂલકિટમાંની માહિતી પરથી જણાય છે કે, કોંગ્રેસ કેટલાંક રાજ્યોમાં હોસ્પિટલોના બેડ અને ધ્વાઓને પોતાના કબજામાં લેવાના પ્રયાસો કરી રહી હતી, જેથી કૃત્રિમ અછત નિર્માણ થાય અને કેન્દ્રની મોદી સરકારને, ભાજપને નિશાન બનાવી શકાય. મદદના નામે દર્દીઓની યાચનાને મિત્ર પત્રકારોની મદદથી સોશિયલ મીડિયા પરપ્રસરાવવી તેમ જ મિત્ર પત્રકાર અને વગદારલોકોને મદદ કરવામાં પ્રાધાન્ય આપવું એવું પણ ટૂલકિટમાં જણાવાયું છે. ટૂલકિટના માધ્યમથી કોંગ્રેસનો હિન્દુદ્રેષ વધુ ખેકવાર છતો થયો છે.ટૂલકિટની સૂચના અનુસાર હરિદ્વારના કુંભમેળાનો કોરોનાના સુપર પ્રેડર તરીકેપ્રચાર કરવામાં ખાવે છે જ્યારે રમઝાન ઈદ તેને માટે એકઠી થયેલી ભીડને સૌહાર્દભેટનું નામ આપવામાં આવ્યું છે. નોધનીય છે કે આ દુષ્પ્રચારમાં મિત્ર પત્રકારો અને આંતરરાષ્ટ્રીય મીડિયાની મધ્દ લેવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રમોદીની પ્રતિભા મલિન કરવા માટે વૈશ્ર્વિક મીડિયાની કોંગ્રેસે મદદલીધી અને દેશની બધી સમસ્યા માટે એકમાત્ર મોદી જવાબદાર છે એવું ચિત્ર ઊભું કરવામાં આવ્યું. વિદેશી માધ્યમો લખવા માટે ભારતીય પત્રકારોને વિવિધ વિષયો પરમુદ્દા આપવામાં આવ્યા જેથી તેઓ મોદી સરકાર પર વધુમાં વધુ કાધ્વ ઉછાળી શકે. કોગ્રેસેવુહાનમાં પેદા થયેલા કોરોના વિષાણુને ક્યારેય ચીની વિષાણુ કહ્યો નથી, પણ દેશમાં ફેલાયેલી ઘાતક બીજી લહેર માટે ભારતીય સ્ટ્રેઈન અથવા મોદી વાયરસ એવું નામ આપી પ્રચાર કરવાનો આદેશ ટૂલકિટમાં આપ્યો છે. વર્લ્ડહેલ્થ ઓર્ગેનાઈઝેશન વાયરસના મ્યુટેશનને કે નવા સ્ટ્રેઈનને દેશના નામ સાથે જોડવાની વિરૂદ્ધ છે. કુંભમેળો અને ચૂંટણીપ્રચારને સુપરસ્પ્રેડર ગણાવવાનું અને સંસદ ભવનના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો જોરદાર વિરોધ કરવાનું તથા પીએમ કેરફંડમાંથી કેન્દ્રસરકારેઆપેલા વેન્ટિલેટરની ગુણવત્તા વિશે સવાલ ઉઠાવવાનું માર્ગદર્શન ટૂલકિટમાં અપાયું છે. કોરોના કાળમાં ઉપલબ્ધ સાધન સામગ્રીથી તેનો પ્રતિકાર કરવાની સકારાત્મક ભાવનાનો પ્રસાર કરવાની આવશ્યક્તા છે ત્યારે કોંગ્રેસે ટૂલકિટના માધ્યમથી ભયનું વાતાવરણ ઊભું કરવાનો, દેશને વધુ નીચો દાખવવાનો અને સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કર્યો છે. કોગ્રેસના આ દેશવિધાતક અને જનવિરોધી ચહેરાનો હવે પૂરતો પર્દાફાશ થવો ધટે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular