Saturday, October 12, 2024
Homeરાષ્ટ્રીયકોંગ્રેસ પછી હવે ભાજપાના શાસનમાં પણ સીબીઆઇ તો પોપટ જ!

કોંગ્રેસ પછી હવે ભાજપાના શાસનમાં પણ સીબીઆઇ તો પોપટ જ!

- Advertisement -

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે એકબીજાને નીચા દેખાડવાની હોડ લાગી હતી. કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઝડપ થતી રહી. કોરોના નિયમોનું સરેઆમ ઉલ્લંધન થયું. રાજકીય ભાષા અને આક્ષેપબાજી નીચલા સ્તરની રહી. ચૂંટણી પંચની ભૂમિકાની ટીકાઓ થઇ. પરિણામ આવ્યા અને મમતા બેનર્જી ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા. પરિણામ બાદ પણ હિંસા થઇ અને એના પર રાજકારણ શરૂ થયું. આએક એવું રાજ્ય છે જ્યાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે રોજ તનાવ જોવા મળે છે. હિંસાગ્રસ્ત પરિવારોને રાજ્યપાલ મળે છે, એમને વિમાન અપાતું નથી અને રાજ્યપાલ જે રીતે નિવેદન કરે છે એ અંગે પ્રશ્ર્નો થાય છે. રાજ્યપાલ કહે છે કે, રાજ્યમાં કાયદાનું શાસન નથી. મુખ્યમંત્રી એનો છેદ ઉડાડે છે. એનાથી આગળ વધી હવે સીબી આઈ દ્વારા નારદા સ્ટીંગ ઓપરેશનમાં મમતા સરકારના મંત્રી અને ધારાસભ્ય સહિત ચારલોકોની સીબીઆઈ ધરપકડ કરે છે અને મમતા અને અન્ય તૃણમૂલ નેતાઓ સીબીઆઇ કાર્યાલયે જઈ વિરોધ કરે છે. આપ્રકરણમાં મંત્રીઓ અને ધારાસભ્યને પકડવા માટે સીબીઆઈ દ્વારા રાજ્યપાલ પાસે માંગણી કરવામાં આવે છે અને અઠવાડિયામાં મંજૂરી અપાય છે, આવકાર્ય છે.

- Advertisement -

ભ્રષ્ટાચારનો કોઈપણ કેસ હોય કાર્યવાહી ઝડપથી થવી જોઈએ પણ સમસ્યા એ છે કે, આવી કાર્યવાહી એકપક્ષી થાય છે. આ જ કૌભાંડમાં તૃણમૂલમાંથી ભાજપમાં જનાર અને મમતાને ચૂંટણીમાં હરાવનાર સુવેંદુ અધિકારી અને મુકુલ રોયની ધરપકડમાટે એક સવા વર્ષ પહેલા સ્પીકરપાસે માગણી સીબીઆઈ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ બન્ને સાંસદહતા પણ હજુ સુધી મંજૂરી મળી નથી. એમને પકડવાની મંજૂરી કેમ નહીં? અને આટલા સમય સુધી મંજૂરી કેમ ન મળી? સીબીઆઈએ શું કર્યું? કેન્દ્રના કાયદા મંત્રી નીતિન ગડકરીએ ચૂંટણી પ્રચાર વેળા ભ્રષ્ટાચારના આક્ષેપ હોય, કેસ હોય એવા નેતાઓને ભાજપ શા માટે સ્વીકારે છે? એવો પ્રશ્ર્ન પત્રકારે પૂછયો તો એમણે જવાબ આયો હતો કે, ભાજપમાં આવે એટલે એ સારા થઇ જાય છે. આ જવાબ પાછળ ગડકરીનો કયો ભાવ હતો એ તો એ જ જાણે પણ સવાલ ન્યાયનો છે. ન્યાય સૌ માટે સરખો હોવો જોઈએ.

સીબીઆઈ દ્વારા એક જ કેસમાં કેટલાકની ધરપકડ થાય અને બીજાની ન થાય તો શું સમજવાનું? સુપ્રીમ કોર્ટપાંજરાનો પોપટ એવી ટીકાઓ કરી હતી એ ફરી એકવાર સાચી સમજવી? કોંગ્રેસના શાસનમાં આવું અનેકવાર બન્યું છે. હવે ભાજપના શાસનમાં બની રહયું છે. તૃણમૂલ દ્વારા આવો પ્રશ્ર્ન કરાયો પણ એનો જવાબ ભાજપ આપી શક્યો નથી. ભ્રષ્ટાચાર કોઈપણ પ્રકારે પાલવે નહીં. એની સામે કડક હાથે જ કામ લેવું જોઈએ અને મોદી સરકારની શાખ આ મુદ્દે સારી રહી છેપણ આવા કિસ્સા બને ત્યારે રાજકારણની ગંધ આવે છે. આવી સ્થિતિ દૂર થવી જોઈએ પણ લાગે છે કે, બંગાળમાં ચૂંટણીના પરિણામ બાદ પણ રાજકીય લડાઇ પૂરી થઇ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular