રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પરનો મામલો સામે આવ્યો છે. ટેસ્ટિંગ બૂથ પર ટેસ્ટ કરવાનો ઇનકાર કરતો વિડીયો વાયરલ થયો છે. ટેસ્ટિંગ કર્મચારી પર આ આરોપ લગાવવામાં આવ્યો છે.એક વ્યક્તિ કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે આવે છે ત્યારે ટેસ્ટીંગ કર્મચારી ટેસ્ટ ન કરી આપવાનું કહી બીજી જગ્યા પર ટેસ્ટકરાવવા જવાનું કહે છે. વ્યક્તિએ અન્ય જગ્યાએ ટેસ્ટ કરાવતા તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
રાજકોટના બાલાજી હોલ નજીકનાં ટેસ્ટિંગ બુથ પર ટેસ્ટ કરાવવા ગયેલા યુવાનને મેડિકલ ઓફિસરે ટેસ્ટની કોઈ જરૂર નહીં હોવાનું કહ્યું હતું. જોકે યુવાને અન્ય બુથ પર ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને મેડિકલ ઓફિસરની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે. પાલનપુરમાં નોકરી કરતા દિવ્યેશ પરમારના મિત્રનો કોરોનાનો રિપોર્ટ 14 દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને સાવચેતી તરીકે દિવ્યેશે પ્રાથમિક દવાઓ લીધી હતી. અને મંગળવારે રાજકોટ આવી કોરોના ટેસ્ટ કરાવવા પહોંચ્યો હતો. જ્યાં બાલાજી હોલ નજીક ટેસ્ટિંગ બૂથ પર ટેસ્ટિંગ કરાવવાનું કહેતા મેડિકલ ઓફિસરે દિવ્યેશ નામના આ યુવાનને ટેસ્ટની કોઈ જરૂર નહીં હોવાનું કહ્યું હતું. જેને લઈ મેડિકલ ઓફિસર સાથે તેની બોલાચાલી પણ થઇ હતી. ત્યારબાદ દિવ્યેશ સાધુ વાસવાણી રોડ પરના ટેસ્ટિંગ બુથ પર ગયો હતો. અને ત્યાં ટેસ્ટ કરાવતા જ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગ કહે છે કે, દરેક લોકોને ગંભીર લક્ષણો હોય તેવું જરૂરી નથી ઘણા લોકોને માઇલ્ડ સીમટોમ્સ પણ હોય છે. ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ જવાબદારો સામે પગલા લેવાની માંગ ઉઠી રહી છે.