જામનગર તાલુકાના દરેડ ગામમાંથી આઠ માસ પહેલાં સગીરાનું અપહરણ કરી ગયાના બનાવમાં એએચટીયુ તથા એલસીબીની ટીમે સગીરા અને અપહરણ આચરનાર શખ્સને દબોચી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતી સગીરાને આઠ માસ પહેલાં સાધના કોલોનીમાં રહેતો દિવ્યેશ હરસુખ દેસાણી (ઉ.વ.21) નામનો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ બનાવમાં પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીની સૂચનાથી પીઆઈ વી.એસ. પટેલ, એએસઆઇ રણમલભાઈ ગઢવી, હેકો કિરણબેન મેરાણી, એએસઆઈ નિર્મળસિંહ જાડેજા અને અરજણભાઈ કોડીયાતર તથા એલસીબીની ટીમ સહિતનાએ ટેકનિકલ એનાલિસીસ અને હ્યુમન સોર્સિસના આધારે પોરબંદર જિલ્લામાંથી અપહરણકર્તા દિવ્યેશ દેસાણી અને સગીરાને શોધખોળ આરંભી બંનેને ઝડપી લઇ જામનગર લઇ આવ્યા હતા. જ્યાં સગીરાને તેના પરિવારને સોંપી આગળની તપાસ હાથ ધરી હતી.


