Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયનાસાએ 4 અવકાશ યાત્રી સાથેનું CREW-2 લોન્ચ કર્યું

નાસાએ 4 અવકાશ યાત્રી સાથેનું CREW-2 લોન્ચ કર્યું

- Advertisement -

નાસા અને એલોન મસ્કની કંપની સ્પેસએક્સે આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર ચાર-અવકાશયાત્રી ટીમ મોકલી છે. સ્પેસએક્સે નાસા માટે અવકાશયાત્રીઓ લોંચ કરવા માટે એક જ કેપ્સ્યુલ અને રોકેટનો ફરીથી ઉપયોગ કર્યો હોય, તેવું પ્રથમ વખત બન્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન અને ફ્રાન્સના ત્રણ પુરુષો અને એક મહિલા સાથેનું આ ક્રૂ શનિવાર વહેલી સવારે આઈએસએસ પહોંચશે. નાસા ટીવી પર જીવંત પ્રસારિત કરવામાં આવ્યો હતો. ફરીથી ઉપયોગમાં લેવાતા વાહનો પર ઉડવું એ નાસાની પ્રાઈવેટ કંપની સાથેની ભાગીદારી, એ મોટો ખર્ચ બચાવવાનું મુખ્ય લક્ષ્ય છે. આ મિશનમાં ફાલ્કન 9 પ્રથમ તબક્કાએ અગાઉ નવેમ્બર 2020 માં ક્રૂ -1 મિશન શરૂ કર્યું હતું અને ક્રૂ – 1 ની સફળતા બાદ, ક્રૂ – 2 ને ઈંજજ પર મોકલવામાં આવ્યું છે. આ અવકાશયાત્રીઓ 6 મહિના સુધી અવકાશમાં રહેશે. અને 6 મહીનાનના રિસર્ચ પછી પૃથ્વી પર પાછા ફરશે. 4 અવકાશયાત્રી અંતરિક્ષ સ્ટેશનની એક દિવસની મુસાફરી બાદ, ઓરબીટ લેબોરેટરી માં અગાઉ પહોંચેલા અન્ય સાત લોકો સાથે જોડાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular