Wednesday, January 8, 2025
Homeરાજ્યગુજરાતપ્રધાનમંત્રીના “આંદોલનજીવી” શબ્દ પર હાર્દિક પટેલની પ્રતિક્રિયા, કર્યું આ કામ

પ્રધાનમંત્રીના “આંદોલનજીવી” શબ્દ પર હાર્દિક પટેલની પ્રતિક્રિયા, કર્યું આ કામ

- Advertisement -

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભીભાષણ પર પ્રધાનમંત્રીએ કાલે રાજ્યસભામાં પોતાનું સંબોધન આપ્યું ત્યારે તેઓ ખેડૂત આંદોલન વખતે એક વાત બોલ્યા હતા. જેનાથી સૌ કોઈ ખડખડાટ હસી પડ્યા હતા. તેઓએ કહ્યું હતું કે આપણે બુધ્ધિજીવી, શ્રમજીવી વગેરે શબ્દોતો સાંભળ્યા છે પરંતુ હવે એક નવો શબ્દ સંભળાય રહ્યો છે. “ આંદોલનજીવી”. તેમની આ વાત ને લઇને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વીટર પોતાના નામની આગળ “આંદોલનજીવી” ઉમેર્યું છે.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ સુધારાઓ પર વિપક્ષ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, થોડાં સમયથી આ દેશમાં ‘આંદોલનજીવીઓ’ની એક નવી જમાત પેદા થઈ છે જે આંદોલન વિના રહી નથી શકતી. પ્રધાનમંત્રીની આ વાતથી દેશમાં “આંદોલનજીવી” શબ્દને લઇને રાજનીતિ તેજ થઇ છે. ત્યારે હાર્દિક પટેલે પોતાના નામની આગળ આ શબ્દનો ઉપયોદ કરતા ટ્વીટ કર્યું છે કે , “ આપણા બધાના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી આંદોલન સમયે સંસદમાં બળદગાડા મારફતે જતા હતા, આજે મોદીજીએ તેઓને પણ આંદોલનજીવી કહી દીધા. અટલજી નું અપમાન હિન્દુસ્તાન સહન નહિ કરે.” તેના અ ટ્વીટપર પણ યુઝર્સ ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

- Advertisement -
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -

Most Popular