Homeરાજ્યજામનગરપશુ પ્રત્યે ઘાતકીપણામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

પશુ પ્રત્યે ઘાતકીપણામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામનગરના પંચ ‘એ’ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2025માં નોંધાયેલા પશુ પ્રત્યે ઘાતકીપણાના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડએ દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગરના પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં પશુ પ્રત્યે ઘાતકીપણાનો ગુનો કલમ 111(1), ડી-11 (1), ઇ-11 (1), એફ-11 (1) હેઠળ નોંધાયેલા બનાવમાં નાસતા ફરતી આરોપી મહેશ પરમાર નામના શખ્સ અંગે લગધીરસિંહ જાડેજા, સુરેશભાઇ ડાંગર, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પીઆઇ સી. એમ. કાંટેલિયા, એએસઆઇ ગોવિંદભાઇ ભરવાડ, લગધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોઇડા, સુરેશભાઇ ડાંગર, હે.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, પો.કો. દિલીપસિંહ જાડેજા, એલસીબી એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે જામનગરમાં સાંઢિયા પુલ પાસે, કોપર સિટી એપાર્ટમેન્ટની પાછળના ખુલ્લા પ્લોટમાંથી મહેશ વિહાભાઇ પરમાર નામના નાસતા ફરતા આરોપીને દબોચી લઇ પંચકોષી ‘એ’ ડિવિઝનને સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular