Homeરાજ્યગુજરાતગુજરાતમાં ખાનગી વાહનચાલકો માટે મહત્વપૂર્ણ અપડેટ : હવે ટોલ પ્લાઝા અને હાઈવે...

ગુજરાતમાં ખાનગી વાહનચાલકો માટે મહત્વપૂર્ણ અપડેટ : હવે ટોલ પ્લાઝા અને હાઈવે પર થશે ઈ-ડિટેક્શન

ગુજરાતમાં હાઈવે પર મુસાફરી કરતાં ખાનગી વાહનચાલકો માટે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રાજ્યના હાઈવે અને ટોલ પ્લાઝા પર ખાનગી વાહનોમાં પણ ઈ-ડિટેક્શન (E-Detection) સિસ્ટમ દ્વારા દસ્તાવેજોની તપાસ કરી ચલણની કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -

અત્યાર સુધી ગુજરાતમાં હાઈવે પર માત્ર કોમર્શિયલ વાહનો (જેમ કે ટ્રક, બસ અને માલવાહક વાહનો) ના દસ્તાવેજોની ઈ-ડિટેક્શન સિસ્ટમથી તપાસ કરવામાં આવતી હતી. પરંતુ, માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને હવે ખાનગી વાહનો (કાર, મોટરસાઈકલ અને અન્ય સફેદ નંબર પ્લેટ ધરાવતા વાહનો) માટે પણ આ સિસ્ટમ કાર્યરત થનાર છે.

વાહનચાલકોએ કયા દસ્તાવેજો અપડેટ રાખવા પડશે?

  • ઈ-ડિટેક્શન શરૂ થાય તે પહેલાં દરેક વાહનમાલિકે પોતાના વાહનના નીચે મુજબના દસ્તાવેજો માન્ય છે કે નહીં તે તપાસી લેવા અપીલ કરવામાં આવી છે:
  • PUC (Pollution Under Control): વાહનનું પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર માન્ય હોવું જોઈએ.
  • Insurance: વાહનનો વીમો ચાલુ અને માન્ય હોવો જોઈએ.
  • Registration: વાહનનું રજિસ્ટ્રેશન (RC) માન્ય હોવું જોઈએ.

ઈ-ડિટેક્શન સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

હાઈવે અને ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોની નંબર પ્લેટ કેમેરા દ્વારા સ્કેન કરવામાં આવશે. ત્યારબાદ સિસ્ટમમાં વાહનના નંબરના આધારે તેના દસ્તાવેજોની વિગતો ઓનલાઈન તપાસવામાં આવશે. જો કોઈ જરૂરી દસ્તાવેજ અધૂરો હશે, તેની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હશે અથવા અમાન્ય જણાશે, તો નિયમ મુજબ વાહનચાલકને સીધું જ ઈ-ચલણ મોકલવામાં આવશે.

- Advertisement -

આથી, તમામ ખાનગી વાહનચાલકોને પોતાના વાહનના જરૂરી દસ્તાવેજોની સમયમર્યાદા તપાસીને સમયસર રિન્યુ કરાવી લેવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવા વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગુજરાત રાજ્ય (ગાંધીનગર) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular