Homeરાજ્યજામનગરટ્રકે ટેઇલરે ઠોકરે ચઢાવતા બાઇક ચાલક શ્રમિક યુવાનનું મોત

ટ્રકે ટેઇલરે ઠોકરે ચઢાવતા બાઇક ચાલક શ્રમિક યુવાનનું મોત

દરેડ બસ સ્ટેન્ડ પાસે સાંજના સમયે ગમખ્વાર અકસ્માત : ઇજાગ્રસ્તની સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા ટ્રક ટેઇલર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી

જામનગર તાલુકાના દરેડ ગામમાં બસ સ્ટેન્ડ પાસેથી પુરપાટ બેફિકરાઇથી આવી રહેલા ટ્રક ટેઇલરે બાઇકને ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માતમાં રોડ પર પટકાયેલા શ્રમિક યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામના વતની અને હાલ જામનગર તાલુકાના દરેડ ગામમાં મસિતિયા રોડ ઉપર રહીને મજૂરીકામ કરતાં ભરતભાઇ દાનાભાઇ ધુધલ (ઉ.વ.33) નામનો યુવાન શુક્રવારે સાંજના સમયે તેના જીજે10 ડીએમ 4918 નંબરના બાઇક પર દરેડ બસ સ્ટેન્ડ પાસેના રોડ પરથી પસાર થતો હતો ત્યારે પુરપાટ બેફિકરાઇથી આવી રહેલા જીજે12 સીવી 3584 નંબરના ટ્રક ટેઇલર ચાલકે બાઇકને ક્લિનર સાઇડથી હડફેટ લેતાં યુવાન રોડ પર પટકાયો હતો. આ અકસ્માતમાં ભરતભાઇને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કયુર્ર્ હતું. આ અંગે મૃતકના ભાઇ સુનિલ દ્વારા જાણ કરાતા પીઆઇ એચ. બી. ધાંધલિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માત નિપજાવી નાશી ગયેલા ટ્રક ટે્રઇલર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular