Homeરાજ્યજામનગરવોર્ડ નં.12માં ભૂર્ગભ ગટર નવી બનાવી આપવા માંગ

વોર્ડ નં.12માં ભૂર્ગભ ગટર નવી બનાવી આપવા માંગ

વિસ્તારના કોર્પોરેટર દ્વારા મેયરને રજૂઆત

જામનગરના વોર્ડ નં.12માં ભૂર્ગભ ગટર તથા પાઇપ ગટર વ્યવસ્થા નવી બનાવી આપવાની માંગણી સાથે કોર્પોરેટર દ્વારા મેયરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

વોર્ડ નં.12ના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે શહેરના વોર્ડ નં.12ના મોટાભાગના વિસ્તારોમાં વર્ષો જુની અને જર્જરીત થઇ ગયેલી ગટર લાઇનોને કારણે ગંદા પાણીના નિકાલની સમસ્યા સર્જાય છે. વોર્ડ નં.12ના રબ્બાની પાર્ક સોસાયટી, સનસીટી-1 સોસાયટી, ચોલા શેરી, આમલીપીર વિસ્તાર, સતવારા વાડ સહિતના વિસ્તારોમાં ગંદાપાણીનો નિકાલ થતો ન હોવાને કારણે ગલીઓમાં કાયમી ધોરણે નદીની જેમ ગટરના પાણી વહેતા રહે છે અને આ ગંદા પાણી લોકોના ઘરની અંદર પ્રવેશવા લાગ્યા છે. જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પાડે છે. તથા આરોગ્ય સામે ગંભીર જોખમ ઉભુ થયું છે.

આથી વોર્ડ નં.12ના તમામ વિસ્તારોની ભૂર્ગભ ગટર અને પાઇપ ગટર વ્યવસ્થાનું તાત્કાલીક ટેકનીકલ સર્વે કરાવવા, વર્ષો જુની અને ક્ષતીગ્રસ્ત થયેલી તમામ ગટર લાઇનો બદલી નવી નાખવા જે વિસ્તારમાં સૌથી વધુ ગંભીર સમસ્યા છે ત્યાં યુઘ્ધના ધોરણે કામગીરી શરૂ કરવા નવી લાઇન નાખતી વખતે પુરતી ક્ષમતા, ટેકનીકલ ગુણવત્તા સહિતની બાબતોનું ઘ્યાન રાખવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular