જામનગર મહાનગરપાલીકા દ્વારા સામાન્ય સભામાં જામનગર મહાનગરપાલિકાની જગ્યા વન વિભાગને સોંપવા તથા કોર્પોરેશનની માલીકીના પ્લોટમાં ખાનગી કંપનીની બસોને પાર્કીગ કરવાના એજેન્ડાઓને મંજુરી અપાઇ હતી.
શુક્રવારે જામનગર મહાનગરપાલિકાના મેયર મોનીકાબેન વ્યાસના અઘ્યક્ષસ્થાને જનરલ બોર્ડની સામાન્ય સાધારણ સભા યોજાઇ હતી. જેમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકાની કન્ટ્રીબ્યુશન લેન્ડ રે.સ.નં. 325/327 (પટેલ વાડી-રાજપાર્ક મેઇન રોડના છેડે) પ્લાન્ટેશન અને મેઇન્ટેનન્સ અર્થે વન વિભાગને સોંપવા અંગે કમિશ્નરની રજૂ થયેલ દરખાસ્તના એજન્ડાને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર શહેરની ટ્રાફીક સમસ્યા નિવારવા માટે ખાનગી ટ્રાવેલ્સ તથા ખાનગી કંપનીની બસો, કોર્પોરેશનની માલીકીના પ્લોટમાં પાર્કીગ કરવા માટેની સૈઘ્ધાંતિક મંજુરી અપાઇ હતી.
View this post on Instagram


